લાંબા સમયથી પડતર હાલાકીનો નિકાલ ન આવતા નગરજનોમાં રોષ
ખંભાળિયા શહેરમાં કરોડો પિયાના ખર્ચે બનેલી ભૂગર્ભ ગટર યોજના હાલ તો સંપૂર્ણપણે નિષ્ફળ સાબિત થઈ રહી છે. આ વચ્ચે આ ભૂગર્ભ ગટરના મેન હોલના ઢાંકણા પણ ખખડી અને તૂટી જતા તેના કારણે અવારનવાર નાના-મોટા અકસ્માત થવાના બનાવો સામે આવે છે. ત્યારે બે દિવસ પૂર્વે રાત્રે અહીંના સ્ટેશન રોડ વિસ્તારમાં ગટરના તૂટેલા ઢાંકણામાં એક રીક્ષાનું આખું વ્હીલ ઘુસી જતા અકસ્માતનો બનાવ સામે આવ્યો છે.
તંત્રની ઘોર બેદરકારીના વાયરલ થયેલા વિડીયો સાથેના આ બનાવમાં ખંભાળિયાના ટ્રાફિકથી વ્યસ્ત એવા રેલવે સ્ટેશન રોડ ઉપર આવેલા એક ખુલ્લા ભૂગર્ભ ગટરના ઢાંકણાના કારણે આ માર્ગ પરથી પસાર થતી એક ઓટો રીક્ષાનું આગળનું વ્હીલ એકાએક આ ગટરમાં ખાબક્યું હતું. જેમાં રહેલા બે-ત્રણ મુસાફરો ભયભીત બની ગયા હતા.
આટલું જ નહીં, આ તૂટેલા ઢાંકણાના કારણે અહીંથી પસાર થતા મોટરસાયકલ ચાલકો પણ પડતા આખડતા માંડ બચ્યા હતા. ત્યારે શહેરના જુદા જુદા વિસ્તારોમાં ભૂગર્ભ ગટરના આવા તૂટેલા તેમજ ખુલ્લા ઢાંકણાઓ કોઈ જીવલેણ અકસ્માત સર્જે તે પહેલા તંત્ર દ્વારા તાકીદે નક્કર કાર્યવાહી કરવામાં આવે તેમ સુજ્ઞ નગરજનો ઈચ્છી રહ્યા છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationરાજકોટ : આજી નદી 2માં ગાંડીવેલનું સામ્રાજય, દૂર કરવા માટે મનપાએ હાથ ધરી કામગીરી
February 24, 2025 12:58 PMજન્મ લેનાર દરેક બાળકના નામ સાથે રાજકોટ મનપા વાવશે વૃક્ષ, વાલીને મોકલાશે તમામ અપડેટ
February 24, 2025 12:43 PMજામ ખંભાળીયામાં જલારામ બાપાની 144મી પુણ્યતિથિ ઉજવાઇ
February 24, 2025 12:37 PMજામનગર શહેરના હવાઈચોક વિસ્તારમાં ક્રિકેટ પ્રેમીઓ દ્વારા ભારતના જીતની જશ્ન સાથે ઉજવણી
February 24, 2025 12:30 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech