વિધાનસભા ચૂંટણીમાં કારમી હાર બાદ ઉદ્ધવ ઠાકરે જૂથમાં ઘણી મુશ્કેલીઓ વધી રહી છે. ઘણા લોકો પોતાના રાજકીય ભવિષ્ય વિશે ચિંતિત છે. આ દરમિયાન, સમાચાર આવી રહ્યા છે કે ઉદ્ધવ ઠાકરેના 6 સાંસદો એકનાથ શિંદે જૂથના સંપર્કમાં છે. તેઓ ટૂંક સમયમાં શિવસેનામાં જોડાઈ શકે છે. આ માટે શિંદે જૂથ દ્વારા ઓપરેશન ટાઇગર ચલાવવામાં આવી રહ્યું હોવાનો આરોપ છે.
છેલ્લા કેટલાક દિવસોથી શિવસેના શિંદે જૂથના ઓપરેશન ટાઈગરની ખૂબ ચચર્િ થઈ રહી છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે ઓપરેશન ટાઈગર હેઠળ ઠાકરે જૂથ અને કોંગ્રેસના ઘણા નેતાઓ શિવસેના (શિંદે જૂથ) માં જોડાશે. આ દરમિયાન, એવું સામે આવ્યું છે કે શિવસેનાએ ઓપરેશન ટાઇગર માટેની તૈયારીઓ પૂર્ણ કરી લીધી છે. સૂત્રોએ માહિતી આપી છે કે સંસદ સત્ર દરમિયાન જ શિવસેના ઠાકરે જૂથના 6 સાંસદો શિંદે જૂથમાં જોડાશે.
ઓપરેશન ટાઈગર દ્વારા, ઉદ્ધવ ઠાકરે જૂથના નવમાંથી છ સાંસદો શિંદે જૂથમાં જોડાઈ શકે છે. સૂત્રોએ જણાવ્યું હતું કે સંસદના આગામી સત્ર પહેલા આ ઝુંબેશ પૂર્ણ કરવાના પ્રયાસો ચાલી રહ્યા છે. ઓપરેશન ટાઇગર ઘણા દિવસોથી ચચર્મિાં છે. પરંતુ પક્ષપલટા વિરોધી કાયદાને કારણે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો હતો.
પોતાની બેઠકો બચાવવા માટે, નવમાંથી છ સાંસદોએ પક્ષ બદલવો પડશે. એવું કહેવામાં આવી રહ્યું છે કે તમામ 6 સાંસદોને મનાવવામાં સમય લાગ્યો હતો. છ સાંસદો શિંદે જૂથમાં જોડાવા માટે તૈયાર છે અને ટૂંક સમયમાં પાર્ટીમાં જોડાશે. એ વાત જાણીતી છે કે ભાજપ પણ શિંદેને ટેકો આપી રહ્યું છે. આ સાથે કેટલાક ધારાસભ્યો પણ સંપર્કમાં હોવાનું બહાર આવ્યું છે.
મહારાષ્ટ્રમાં મહાયુતિ સરકાર આગામી 5 વર્ષ માટે મજબૂત સ્થિતિમાં છે. ઘણા સાંસદો પોતાના ભવિષ્ય વિશે ચિંતિત છે. મુખ્યત્વે ભંડોળ મેળવવામાં મુશ્કેલી પડી શકે છે. મહાયુતિ સરકાર કેન્દ્ર અને રાજ્ય બંને જગ્યાએ સત્તામાં છે, તેથી શિંદે જૂથમાં જોડાવું તેમના માટે નફાકારક સોદો હોઈ શકે છે.
શિવસેનાએ એકનાથ શિંદેના નેતૃત્વમાં ચૂંટણી લડી અને લોકોએ તેમને સ્વીકાયર્.િ આ સાથે તેમને વિધાનસભા ચૂંટણીમાં પણ માન્યતા મળી. શિવસેનાનો મોટો વિજય થયો. હવે પક્ષ અને ચૂંટણી ચિહ્ન સિવાય કંઈ બચ્યું નથી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationપ્રેમમાં થોડા પાગલ થવું ઠીક છે, મગજ બહુ ન ચલાવવું : આરજે મહવશ
May 14, 2025 12:12 PMફલ્લા ગામમાં ગ્રામ પંચાયત પણ વોકિટોકીથી સજ્જ
May 14, 2025 12:06 PMમિશન ઇમ્પોસિબલ 8': ટોમ ક્રૂઝના દિલધડક સ્ટંટ દર્શકોને જકડી રાખશે
May 14, 2025 12:05 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech