બાલિકા પંચાયત અંતર્ગત દીકરીઓને કરાવાઈ આંગણવાડી કેન્દ્ર અને શાળાની મુલાકાત

  • March 26, 2025 02:32 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


રાણાવાવ તાલુકામાં વિદ્યાર્થીઓની અને આંગણવાડી કેન્દ્ર અને પ્રાથમિક શાળાની મુલાકાત કરાવવામાં આવી હતી.
પોરબંદર જીલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરી દ્વારા રાણાવરવાળા, અણીયારી, દોલતગઢ, રાણાખીરસરા  અને વાળોત્રા  તમામ ગામની આંગણવાડી કેન્દ્ર અને પ્રાથમિક શાળા  ખાતે મુલાકાત કરવામાં આવી હતી.આ  ગામમાં બાલિકા પંચાયતની દિકરીઓની મુલાકાત કરવામાં આવી હતી,આ દીકરીઓને બાલિકા પંચાયત અન્વયે કરવાની થતી કામગીરી અંગે વિસ્તૃત માહિતી આપવામાં આવેલ સાથે સાથે  જાગૃતીકરણ  કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યુ હતુ.જેમાં  બાલિકા પંચાયતની ૬૦ દીકરીઓ, આંગણવાડીનો સ્ટાફ, પ્રાથમિક શાળાનો સ્ટાફ તેમજ જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરી હસ્તકની ડીસ્ટ્રીકટ હબ ફોર એમ્પાવરમેન્ટ ઓફ વુમનના  હર્ષવીરભાઈ કારાવદરા  અને સૌરભભાઈ મારૂ હાજર હતા.આ  ગામની  બાલિકા પંચાયતની દીકરીઓને બેટી બચાવો બેટી પઢાવો યોજના અંતર્ગત બેટી બચાવો બેટી પઢાવોના લોગોવાળા ટી-શર્ટ ,કેપ અને બાલિકા પંચાયતના લોગોવાળું બ્રોસ આપવામાં આવ્યુ હતુ,
ત્યારબાદ જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરી હસ્તકની મહિલાલક્ષી  યોજનાઓ અને કાયદાઓની  તેમજ કામગીરી વિશે વિસ્તૃત માહિતી આપેલ હતી.આ મુલાકાત લીધેલ ગામની પ્રાથમિક શાળાના તમામ વિદ્યાર્થીઓ હેલ્પલાઇનથી પરિચિત થાય તે માટે  બેટી બચાવો બેટી પઢાવો યોજના અંતર્ગત હેલ્પલાઇન બોર્ડ આપેલ તેમજ  બાલિકા પંચાયતની  બુકલેટ ગામદીઠ -૫ કોપી  આપેલ હતી.આ સમગ્ર કાર્યક્રમમાં દરેક ગામના તમામ સ્ટાફગણનો સારો સહયોગ સાંપડ્યો હતો.આ સમગ્ર કાર્યક્રમનું આયોજન જિલ્લા મહિલા અને બાળ અધિકારી હંસાબેન ટાઢાણીના માર્ગદર્શન હેઠળ થયેલુ હતુ.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application