મવડીની મહિલાએ પતિની સારવાર માટે માસીયાઈ ભાઈ પાસેથી વ્યાજે પેસા લીધા બાદ વ્યાજખોરીની ચુંગાલમાં ફસાઈ હતી. બે લાખ વ્યાજે લીધા બાદ છ લાખની પઠાણી ઉઘરાણી કરવા લાગ્યો હતો. એટલું જ નહીં માસીયાઈ ભાઈએ તેની પાસેથી મંગળસૂત્ર પણ પડાવી લીધું હતું. જે અંગે તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે.
મવડીમાં બાલાજી હોલ નજીક શ્રી *રામ પાર્ક શેરી નં.૦૩, ધોળકીયા સ્કુલ પાસે રહેતાંડીમ્પલબેન વિપુલભાઈ પાંભર (ઉ.વ.૩૪) એ નોંધાવેલ ફરીયાદમાં આરોપી તરીકે ભાવીન અશોક ટીટીયા (રહે. ગોપવન સોસાયટી, આહીર ચોક)
નું નામ આપ્યું છે. ફરીયાદીએ જણાવ્યું હતું કે, તેણી ઘરકામ કરે છે. વર્ષ ૨૦૦૯ મા વિપુલભાઈ પાંભર સાથે લવ મેરેજ કરેલ છે અને સંતાનમા એક દીકરો છે. દોઢેક વર્ષ પહેલા તેના પતિ અને તેણીના ભાઈને ઝઘડાના લીધે બંનેને હાથ પગમાં ઇજા વધેલ હોય જે અંગે તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ કરેલ હતી. પતિને ઝઘડામા હાથ પગમાં ઇજા થયેલ હોય જેવી હોસ્પીટલ ખાતે દશેક દીવસ સારવારમાં દાખલ રહેલ હોય ત્યારે રૂપીયાની જરુરીયત ઉભી થતા જેથી માસીના દીકરા ભાવિન ટીટીયાને રૂ.૨ લાખ જરૂરીયાત બાબતે કરી હતી.
જેથી ભાવિન ટીટીબાએ કહેલ કે, હું તમને રૂપીયા આપુ તો, તમારે મને કોઇ વસ્તુ ગીરવે આપવી પડે અથવા તો વ્યાજ
દેવુ પડે તેમ વાત કરેલ જેથી કહેલ કે, હાલ મારી પાસે કોઈ દર દાગીના નથી પણ વ્યાજ ભરી આપશુ તેમ વાત કરતા ભાવિન ટીટીપા કહેલ કે, રૂ.૨ લાખનું ૬ હજાર વ્યાજ દેવું પડશે તેમ વાત કરી રૂ. ૨ લાખ રોકડા આપેલ હતા. ત્યારબાદ એક મહીનો પુરો થતા ભાવિન ટીટીયા રૂ.૬ હજાર વ્યાજ રોકડામા ઘરેવી લઈ ગયેલ હતો.
તેમજ પતિને હોસ્પીટલમા ખર્ચમા બધા રૂપીયા ચુકવી દીધેલ હોય જેવી તેઓ પાસે રૂપીયા ન હોય અને મહીનો પુરો થતા ભાવિન ટિટીયા ઘરે વ્યાજ લેવા આવતા કહેલ કે, હાલ અમારી પાસે વ્યાજની રકમ દેવાની સગવડ નથી તેમ વાત કરતા તેને કહેલ કે, વ્યાજના રૂપીયા દેવાની સગવડ ન હોય તો આ તમારા
ગળામાં પહેરેલ મંગલસુત્ર કાઢી આપો તેમ કહેતા તેમને કહેલ કે, આ મંગલસુત્ર મારા પતિની નીશાની છે, જેવી હુ આ મંગલસુત્ર ના આપુ, તો ભાવિન ટિટીયા બોલાચાલી કરી અને ઉશ્કેરાય જઈ મારા તાત્કાલીક રૂપીયા જોઈએ નહી તો જોવા જેવી થશે અને પવારીમા પડેલ તારા પતિને છરીના ઘા ઝીંકી દઈસ તેમ કહી બળજબરી કરી તેણીએ પહેરલ આશરે પાંચ તોલાનુ સોનાનુ મંગલસુત્ર કઢાવીને લઈ ગયેલ અને કહેતા ગયેલ કે, આ મંગલસુત્ર હુ ગમે ત્યા વહેંચીને હું મારા રૂપીયા વસુલી લઈશ તેમ કહી જતો રહેલ હતો.
બે મહીના પહેલા તેઓ પાસે રૂ.૨ લાખ થઈ જતા ભાવિનને વાત કરેલ કે, હવે અમારી પાસે તમને આપવાના રૂપીયાની સગવડ થઈ ગયેલ છે તમે
અમારુ મંગલસુત્ર પરત આપો તેમ વાત કરતા કહેલ કે, આજ દીન સુધીના વ્યાજ સહીતના રૂ.૬ લાખ આપવાના થાય છે, જે રૂપીયા આપો પછી તમને તમારૂ મંગલસુત્ર પરત મળશે તેમ વાત કરતા કહેલ કે, અમે રૂ.૨ લાખનું તમારા કહેવા મુજબનુ વ્યાજ ભરતા આવેલ છીએ તો હવે રૂ.૬ લાખ કેમ આપવા ના તેમ વાત કરતા આરોપીએ કહેલ કે, તમે આપેલ વ્યાજ સિવાયના બીજા રૂ.૪ લાખ આપવાના વાય છે અને રૂર લાખ
મુડી મળી કુલ રૂા.૬ લાખ આપો ત્યાર બાદ તમને મંગલસુત્ર મળશે તેમ વાત કરેલ હતી. જે બાદ આરોપીને સમજાવવાનો પ્રયત્ન કરેલ પણ મંગલસુત્ર પરત ન કરી ઉગ્રતાથી વર્તન કરતો હતો. જેવી અંતે ફરિયાદ નોંધાવી હતી.