અગાઉના મન દુઃખના કારણે સગા ભત્રીજાએ કાકાની નીપજાવી હતી હત્યા: આરોપીની અટકાયત
કલ્યાણપુર તાલુકાના ગાગા ગામે એક યુવાન દ્વારા જુના મનદુઃખનો ખાર રાખી, તેના જ અપરિણીત એવા સગા કાકાની પાવડાનો ઘા મારીને હત્યા નિપજાવ્યાનો બનાવ સામે આવ્યો છે.
આ સમગ્ર પ્રકરણની પોલીસ દફતરે જાહેર થયેલી વિગત મુજબ કલ્યાણપુર તાલુકાના ગાગા ગામે રહેતા દેવરાજભાઈ કાનજીભાઈ પરમાર નામના અપરણિત સતવારા યુવાનને આ જ વિસ્તારમાં રહેતા ધર્મેન્દ્ર ઉર્ફે ધરમશી ગોરધનભાઈ પરમાર નામના 30 વર્ષના યુવાન સાથે છેલ્લા દોઢ-બે વર્ષથી ઉકરડા બાબતે મનદુખ ચાલ્યું આવતું હતું. આ પરિસ્થિતિમાં દેવરાજભાઈએ થોડા સમય પૂર્વે આરોપી એવા તેમના ભત્રીજા ધર્મેન્દ્ર ઉર્ફે ધરમશીના બા મણીબેનને માર માર્યો હતો.
આ બાબતનું મન દુઃખ રાખી, આરોપી ધર્મેન્દ્ર ઉર્ફે ધરમશી પરમારએ ગત તારીખ 13 એપ્રિલના રોજ સવારના સમયે દેવરાજભાઈને જે.સી.બી.ના પાવડા વડે બેફામ મારતા માર્યો હતો. આટલું જ નહીં, દેવરાજભાઈના ભાભી સવિતાબેન ખીમાભાઈને પણ બીભત્સ ગાળો કાઢી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.
પાવડાના ઘા થી ઈજાગ્રસ્ત બનેલા દેવરાજભાઈને ગંભીર રીતે ઇજાગ્રસ્ત હાલતમાં જામનગરથી વધુ સારવાર અર્થે અમદાવાદની હોસ્પિટલમાં ખસેડવામાં આવેલ. જ્યાં ગત તા. 14 ના રોજ સારવાર દરમિયાન તેમનું મૃત્યુ નિપજ્યું હતું. આ સમગ્ર ઘટના સંદર્ભે મૃતકના મોટાભાઈ એવા ખીમાભાઈ કાનજીભાઈ પરમાર (ઉ.વ. 50) ની ફરિયાદ પરથી કલ્યાણપુર પોલીસે ધર્મેન્દ્ર ઉર્ફે ધરમશી ગોરધનભાઈ પરમાર (ઉ.વ. 30, રહે. ગાગા) સામે બી.એન.એસ. ની કલમ 103 (1), 352, 351 (3) મુજબ ગુનો નોંધી, પી.એસ.આઈ. યુ.બી. અખેડ તેમજ તેમની ટીમ દ્વારા આ પ્રકરણમાં આરોપીની અટકાયત કરી લેવામાં આવી હતી.
ઝડપાયેલા આરોપીને પોલીસે અદાલત સમક્ષ રજુ કરી, રિમાન્ડની માંગણી કરતા નામદાર અદાલતે આરોપીના એક દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા. ભત્રીજા દ્વારા કાકાની કરવામાં આવેલી ઘાતકી હત્યાના આ બનાવે નાના એવા ગાગા ગામમાં ભારે ચર્ચા પ્રસરાવી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજમ્મુ-કાશ્મીરમાં ફરી ડ્રોન હુમલા અને ગોળીબાર, પાકિસ્તાને ચાર કલાકમાં તોડ્યો યુદ્ધવિરામ
May 10, 2025 09:10 PMયુદ્ધવિરામ તૂટ્યો: અખનૂરમાં શાંતિના માત્ર 3 કલાક બાદ પાકિસ્તાનનું ફરી ફાયરિંગ
May 10, 2025 08:25 PMભારત-પાકિસ્તાન યુદ્ધવિરામ: પીએમ મોદીને મળવા પહોંચ્યા ત્રણેય સેનાધ્યક્ષ અને CDS
May 10, 2025 08:03 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech