શહેરમાં અસહ્ય ગરમી શ: તાપમાન 3 ડીગ્રી વધી 37 ડીગ્રી થયું

  • July 16, 2021 10:55 AM 

ગઇકાલે દિવસ દરમ્યાન અસહ્ય ઉકળાટ બાદ સાંજે વરસાદી માહોલ થતા ગરમીથી થોડી રાહત થઇ : પવન ઘટવાથી લોકો ત્રાહીમામ પોકારી ગયા : નવાનગરવાસીઓ વરસાદની રાહમાં
જામનગર સહિત સમગ્ર હાલારમાં ત્રણ-ત્રણ દિવસ સુધી મેઘરાજાએ ભારે વરસાદ વરસાવ્યા બાદ ગઇકાલે પોરો ખાધો હતો, ત્રણ ચાર ગામોમાં અડધો ઇંચ વરસાદ વરસ્યો હતો, જામનગરમાં અસહ્ય ગરમી શ થઇ હતી, મહત્તમ તાપમાનમાં 3 ડીગ્રીનો વધારો થયો હતો જેથી લોકો અકળાયા હતા પવન ઘટી જવાથી અસહ્ય ગરમીથી લોકો વાજ આવી ગયા હતા આજે પણ વરસાદ આવશે તેવી હવામાન ખાતાએ આગાહી કરી છે.
કલેકટર કચેરીના ક્ધટ્રોલમના જણાવ્યા મુજબ મહત્તમ તાપમાન 34.5 ડીગ્રી, લઘુતમ તાપમાન 37 ડીગ્રી, હવામાં ભેજ 91 ટકા, પવનની ગતી 10 થી 15 કીમી રહી હતી.
જામનગર સહિત અનેક ગામડાઓમાં ગઇકાલે લોકોએ અસહ્ય બફારાનો અનુભવ કર્યો હતો, ખાસ કરીને હવામાં ભેજ 91 ટકા થઇ જતા લોકો ગરમીથી ત્રાહીમામ થઇ ગયા હતા, ગઇકાલ બપોર બાદ અને કેટલાક વિસ્તારોમાં તો મોડી રાત્રે થોડા છાંટા પડયા અને પીજીવીસીએલ દ્વારા કોણ જાણે કેમ લાઇટ ગુલ કરી દેવામાં આવી હતી, પીજીવીસીએલ દ્વારા જાન્યુઆરીથી જામનગરમાં પ્રિ-મોન્સુનની કામગીરી કરવામાં આવી હતી.
આજ સવારથી ફરીથી ઉઘાડ નીકળ્યો છે, વાતાવરણ વાદળીયુ છે બપોર બાદ વરસાદ આવે તેવી શકયતા પણ છે ત્યારે ગઇકાલે રાત્રે ભારે ગરમી જોવા મળી હતી આમ સૌરાષ્ટ્રના વાતાવરણમાં પલ્ટો આવ્યો છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS