જામનગરમાં આકરા તાપ સાથે અસહ્ય બફારો: 37.8 ડીગ્રી

  • June 05, 2021 11:56 AM 

સવારથી જ સૂર્યનારાયણનો મિજાજ ગરમ: 50 કીમીની ઝડપે પવન ફુંકાતા લોકોને આંશીક રાહત

જામનગરમાં છેલ્લા એક સપ્તાહથી ગરમીનો પારો અવીરત ઉંચો રહેવા પામ્યો છે, સાથો સાથ લોકો આકરા તાપ સાથે અસહ્ય ગરમીનો અહેસાસ કરી રહયા છે, ગઇકાલે વાતાવરણમાં આવેલા પલ્ટાના કારણે રાત્રે પણ ભારે બફારો રહેવા પામ્યો હતો. બીજી બાજુ વરસાદની મોસમનો આગામી દિવસોમાં પ્રારંભ થઇ રહયો છે ત્યારે પ્રિ-મોન્સુન સિસ્ટમના પગલે છુટો છવાયો વરસાદ થવાની સંભાવના દશર્વિાઇ રહી છે. જયારે આજે સવારથી જ સુર્યનારાયણનો આકરો મિજાજ રહેતા આજનું તાપમાન 37.8 ડીગ્રી નોંધાયું છે સાથો સાથ બફારાનું પ્રમાણ પણ અસહ્ય રહેવા પામ્યું છે.

આ વર્ષે વધુ ગરમી પડશે તેવી હવામાન ખાતાની આગાહી પણ છે, જો કે હજુ ચોમાસુ તા. 15 જુનથી બેસશે તે પહેલા ગરમીનો એક રાઉન્ડ શ થઇ ચુકયો છે. લોકોને પીવાના પાણીનો સોસ પડી રહયો છે, એસી અને પંખા સતત ચાલુ રાખવા પડે છે, જો કે સાંજ પડયે થોડો પવન ફુંકાય છે એટલે અન્ય શહેરો કરતા જામનગરમાં રાહત જોવા મળે છે. આજ સવારથી આકાશમાં વાદળા જોવા મળ્યા હતા અને બફારો પણ શ થયો હતો.

ક્ધટ્રોલ મના જણાવ્યા મુજબ વધુમાં વધુ તાપમાન 37.8 ડીગ્રી, ઓછામાં ઓછુ 27.9 ડીગ્રી, હવામા ભેજ 74 ટકા અને પવનની ગતી 45 થી 50 કીમી રહી હતીર પાણી, લીંબુ પાણી, સરબત, શેરડીનો રસ અને અન્ય ઠંડા પીણાનો આશરો લે છે, બીજી તરફ આઇસક્રીમ, ગોલા ગુલ્ફીનું વેચાણ પણ વઘ્યું છે, ગામડાઓમાં અસહય ગરમીના કારણે બજારો પણ વહેલી બંધ થઇ જાય છે. અને ગરમીની અસરના કારણે જનજીવન ઉપર પણ ભારે અસર થઇ છે. કલ્યાણપુર, ભાણવડ, લાલપુર, ધ્રોલ જોડીયા, ફલ્લા, રાવલ, સલાયા સહિતના વિસ્તારોમાં અને આજુબાજુના ગામડાઓમાં ગરમીમા નોંઘપાત્ર ઘટાડો  થતા રાહત થવા પામી હતી.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS