ઉના પોલીસે ૬ મોબાઇલ અને ૧ બાઇક મૂળ માલિકને પરત કર્યા

  • March 20, 2024 12:09 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ઉના પોલીસ સ્ટેશન થાણા અધિ.પોલીસ ઇન્સ્પેકટર એમ.એન.રાણાની સુચના તથા ઉના ટાઉન ઇન્ચાર્ચાજ પો.સબ.ઇ. આર.એચ.સુવા ના માર્ગદર્શન મુજબ હાલના સમયમાં જાહેર જનતાના મોબાઇલ/મો.સા. ગુમ થવાના કે પડી જવાના અથવા ખોવાય જવાના બનાવો વધુ પ્રમાણ માં બનતા હોય જે અનુસંધાને જરૂરી કાર્યવાહી કરી અરજદારોને તેમના મોબાઇલ ફોન પરત અપાવવા બાબતે સુચના કરી ત્યાર બાદ ઉના પોલીસ સ્ટેશનમાં ખુબજ ખંતપુર્વક અંગત રસ લઇ ફરજ બજાતા ઉના પોલીસ સ્ટેશનમાં મોબાઈલ ખોવાની અને ચોરી થવાની ફરીયાદો વધુ પ્રમાણમાં થતાં ઉના પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા એ.એસ.આઇ. જગદિશભાઇ લઘરાભાઇ વાઘેલા તથા સર્વેલન્સ પો.કો. રાહુલભાઇ નારણભાઇ છેલાણા તથા પો.કો. સુનીલભાઇ બાંભણીયા તથા ના.પો.અધિ. ઉના પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પો. હેડ કોન્સ.દર્શિતભાઇ ભાણાભાઇ પરમાર દ્વારા સંયુકત મળી અધતન ટેકનોલોજી વડે  કુલ ૬ મોબાઇલ તથા એક મો.સા.-૧ શોધી કાઢી મુળ માલીકને પરત કર્યા.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application