ઉના: જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટરની પ્રિન્ટિંગ પ્રેસના સંચાલકો સાથે બેઠક

  • March 20, 2024 11:28 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

લોકસભા સામાન્ય ચૂંટણી ૨૦૨૪ સંદર્ભે જિલ્લા ચૂંટણી અધિકારી અને જિલ્લ ા કલેકટર ડી.ડી.જાડેજાએ જિલ્લાના પ્રિન્ટિંગ પ્રેસના સંચાલકો સાથે બેઠક યોજી હતી. આ મિટિંગમાં પ્રિન્ટિંગ પ્રેસના માલિકો તેમજ સંચાલકોને ચૂંટણીલક્ષી વિવિધ કાયદાકીય જોગવાઈ અને આચારસંહિતા વિશે માહિતી આપવામાં આવી હતી.

આ બેઠકમાં જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટર ડી.ડી.જાડેજાએ ચૂંટણી ખર્ચ દેખરેખ નિયંત્રણ અંગે સૂચનાઓ અનુસાર પુસ્તિકાઓ, પોસ્ટરો વગેરેનું દેખરેખ અને નિયંત્રણ બાબતે જરૂરી સૂચનાઓ આપી હતી તેમજ જિલ્લ ામાં ચૂંટણી પ્રચાર-પ્રસાર દરમિયાન રાજકીય પક્ષો દ્વારા પ્રકાશિત કરવામાં આવતા પોસ્ટર, બેનર્સ, પેમ્ફલેટ સહિતના સાહિત્યના પ્રકાશનમાં તેના લખાણ સહિતની બાબતોમાં આદર્શ આચાર સંહિતાનો ભંગ ન થાય તે સુનિશ્ચિત કરવા જણાવ્યું હતું.

પ્રિન્ટીંગ પ્રેસના સંચાલકોએ નિભાવવાના થતા રજિસ્ટર અને નિયત નમૂનાઓ, પ્રિન્ટીંગ થયેલા સાહિત્યની નિયત નકલો, નિયત સમયમર્યાદામાં ગીર સોમનાથ જિલ્લ ા ચૂંટણી શાખા, નિવાસી અધિક કલેકટરને અને આદર્શ આચાર સંહિતા અમલીકરણ નોડલ અધિકારીશ્રી સહિતના સંબંધિત અધિકારીઓને પહોંચાડવાની વ્યવસ્થા જળવાય રહે તે જોવા સુનિશ્ચિત કરવા જણાવ્યુ હતું.
​​​​​​​
અધિક નિવાસી કલેક્ટર આર.જી.આલે ચૂંટણીને લગતી જે પત્રિકાઓ તેમજ પોસ્ટરો ઉપર મુદ્રક અને પ્રકાશકના નામ અને સરનામા ઉલ્લ ેખ ન હોય તેવી પત્રિકા અને પોસ્ટર છાપી કે પ્રસિદ્ધ કરી શકશે નહી. 
આ બેઠકમાં જિલ્લ ા વિકાસ અધિકારી સ્નેહલ ભાપકર, નાયબ ચૂંટણી અધિકારી પલ્લ વીબેન બારૈયા, મદદનીશ ચૂંટણી અધિકારી સર્વ ચિરાગ હિરવાણીયા, વિનોદભાઈ જોષી, એન.બી.મોદી, ભૂમિકાબહેન વાટલિયા, આર એન્ડ બીના કાર્યપાલક ઈજનેર સુનિલભાઈ મકવાણા સહિત નોડલ અધિકારીઓ સહિત પ્રિન્ટીંગ પ્રેસના સંચાલકો-માલિકો, જિલ્લ ા ચૂંટણી તંત્રના અધિકારીઓ-કર્મચારીઓ અને પ્રિન્ટીંગ વ્યવસાય સાથે સંકળાયેલા માલિકો-સંચાલકો ઉપસ્થિત રહ્યાં હતાં.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News