વાતાવરણમાં પલટો : સૌરાષ્ટ્રભરમાં ભારે પવન સાથે કમોસમી વરસાદ

  • April 26, 2021 04:44 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

 એક તરફ કોરોના મહામારી રૌદ્ર સ્વરૂપ ધારણ કરી રહી છે, ત્યારે બીજી તરફ વાતાવરણમાં ભારે પલટો આવ્યો છે. રવિવારે બપોરથી જ સૌરાષ્ટ્રભરમાં અનેક વિસ્તારોમાં અચાનક ભારે પવન અને વીજળીનાં કડાકા સાથે વરસાદી ઝાપટાં પડ્યા છે.

 

 

સૌરાષ્ટ્રાભરમાં રાજકોટ, અમરેલી, મોરબી, જામનગર સહિતના વિવિધ પંથકમાં ગાજવીજ સાથે વરસાદ પડતા ખેડૂતોમાં પાકને નુકસાન પહોંચવાની અને લોકોમાં રોગચાળો વધવાની ચિંતા વધી છે. ઉનાળાની ગરમી અને ચોમાસુ વરસાદ આ બંને ઋતુ મિશ્ર થતાં રોગચારો વધુ ફેલાવવાની ચિંતા ફેલાઈ છે.  એક તરફ કોરોનાનો તો છે જ, ત્યારે અચાનક આવેલા વાતાવરણના પલટાથી સૌરાષ્ટ્રના અનેક સ્થળો ઉપર ધુળની ડમરીઓ ઉડી હતી અને ભારે પવન સાથે વરસાદી છાંટા પડ્યા હતા.

 

 

રાજકોટ શહેરમાં પણ સાંજે ભારે પવન ફુંકાયો હતો અને ધુળની ડમરી ઉડી હતી અને છાંટાઓ પણ પડ્યા હતા. તો રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે એમ્બ્યુલન્સના છાયા માટે મંડપની લાઇન ઉભા કરવામાં આવેલ જે ભારે પવનના કારણે પડી હતી. અને લોકોમાં અફરાતફરી મચી જવા પામી હતી.  


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS