વલસાડ જિલ્લામાં મેઘ મહેર, ઉમરગામ 4 ઇંચ, ધરમપુર અને પારડી દોઢ ઇંચ વરસાદ

  • August 22, 2021 12:26 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

વલસાડ જીલ્લામાં વ્હેલી સવારથી મેઘ મહેર યથાવત હતી. હવામાન વિભાગની આગાહી મુજબ શનિવારે વલસાડ જિલ્લામાં મેઘરાજા ધીમી ગતિએ વરસ્યા. શુક્રવારે સાંજે 6થી શનિવારે બપોરે 12 વાગ્યા સુધીમાં 18 કલાકમાં વલસાડ જિલ્લામાં સૌથી વધુ વરસાદ ઉમરગામ તાલુકામાં 4 ઇંચ વરસાદ નોંધાયો. જેને લઈને ખેતી ઉપર નભતા ખેડૂતોએ રાહતનો શ્વાસ લીધો છે.

 

વલસાડ જિલ્લાના ધરમપુર અને પારડીમાં દોઢ ઇંચ વરસાદ નોંધાયો હતો. જ્યારે મધુબન ડેમમાં ઉપર વાસના વરસાદની પાણીની આવક થઈ રહી છે. મધુબન ડેમમાં દર કલાકે 8686 ક્યુસેક પાણીની આવક થઈ રહી છે. જ્યારે ડેમના 2 દરવાજા 1 મીટર ખુલ્લા રાખીને 10 હજાર 293 ક્યુસેક પાણી દર કલાકે દમણ ગંગા નદીમાં છોડવામાં આવી રહ્યું છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS