શંકરટેકરી વિસ્તારમાં રાત્રીના અજાણ્યા શખ્સે છરીના ઘા ઝીંકયા : આગેવાનો તથા પોલીસ ટુકડી દોડી ગઇ : શહેરમાં ભારે ચકચાર : નવમું નોરતુ લોહીયાળ બન્યુ
જામનગરના શંકરટેકરી વિસ્તારમાં માતાજીના મંદિર પાસે ગઇકાલે રાત્રીના ઉધોગપતિ મહાજન અગ્રણીની છરીના ઘા ઝીંકીને હત્યા નિપજાવવામાં આવતા ભારે ચકચાર મચી જવા પામી હતી, સેવાભાવી અગ્રણીની હત્યા થયાનું બહાર આવતા સમાજના આગેવાનો સહિતના હોસ્પીટલ દોડી ગયા હતા અને પોલીસ ટુકડી ઘટના સ્થળે દોડી જઇ વિગતો મેળવી આરોપીની શોધખોળ માટે ટુકડીઓ દોડતી કરવામાં આવી હતી, આ મામલે સીટી-સી ડીવીઝનમાં ફરીયાદ નોંધાવવામાં આવી છે.
જામનગરના દિ.પ્લોટ 42માં રહેતા ઉધોગકાર અને સેવાભાવી મનસુખભાઇ ખીમજીભાઇ ખીમસીયા (ઉ.વ.65) નામના મહાજન વૃઘ્ધ ગઇકાલે મોડી સાંજે શંકરટેકરી વિસ્તારમાં ખોડીયાર માતાના મંદિર પાસે ગયા હતા ત્યાં કોઇ અજાણ્યા શખ્સે કોઇ કારણસર છરીના ઘા ઝીંકી દેતા તેઓ ઢળી પડયા હતા, તાકીદે 108 મારફત જી.જી. હોસ્પીટલ લઇ જતા મૃત્યુ થયાનું જાહેર કરાયું છે, આ અંગેની જાણ થતા ઓશવાળ મહાજનના અગ્રણીઓ, મોક્ષ ફાઉન્ડેશનના ટ્રસ્ટી વિક્રમસિંહ ઝાલા સહિતના હોસ્પીટલ ખાતે દોડી ગયા હતા, બીજી બાજુ બનાવની જાણ થતા સીટી ડીવાયએસપી ઝાલા, સીટી-સી ડીવીઝનના ઇન્ચાર્જ પીઆઇ ધાસુરા, સીટી-એ ડીવીઝન પીઆઇ ચાવડા, એલસીબી સહિતનો કાફલો ઘટના સ્થળ અને હોસ્પીટલ ખાતે દોડી ગયો હતો, બનાવ સબંધે તપાસ હાથ ધરી હતી.
પોલીસ દ્વારા ઘટના સ્થળે પહોચીને પુરાવા એકત્ર કરવા તેમજ કયા કારણસર અને કોણે હત્યા નિપજાવી એ દિશામાં ચક્રો ગતીમાન કયર્િ હતા, સુત્રોમાથી જાણવા મળ્યા મુજબ મનસુખભાઇ મોક્ષ ફાઉન્ડેશનના સક્રીય સભ્ય અને અનેક સંસ્થાઓમાં તેમજ સામાજીક પ્રસંગોમાં સખાવત કરતા હતા તેમની સામાજીક સેવાભાવી તરીકેની છાપ રહી છે, તેઓ મનુભાઇ મેટ્રો તરીકે જાણીતા હતા, જામનગરમાં ઉધોગનગર વિસ્તારમાં બ્રાસના વ્યવસાય સાથે સંકળાયેલા મનસુખભાઇ કોરોના કાળ દરમ્યાન મોક્ષ ફાઉન્ડેશનની સાથે કામગીરીમાં જોડાયેલા રહયા હતા.
એવી પણ વિગત જાણવા મળી છે કે શંકરટેકરી વિસ્તારમાં ખોડીયાર માતાજી મંદિરે તેઓ રાત્રીના ગયા હતા જયાં લ્હાણી માટેની વાતચીત કરી હતી અને ત્યાથી નીકળતા હતા દરમ્યાનમાં આ બનાવ બન્યો હતો, જો કે હત્યા પાછળનું કારણ અકબંધ રહયું છે, નાશી છુટેલા આરોપીને પકડી પાડવા માટે અલગ અલગ ટીમોને દોડતી કરવામાં આવી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationપાંચ વર્ષ બાદ ફરી શરૂ થશે કૈલાશ માનસરોવર યાત્રા, જૂનથી ઓગસ્ટ દરમિયાન કરી શકાશે અરજી
April 26, 2025 11:03 PMતાલાલા ગીર મેંગો માર્કેટમાં કેસર કેરીની હરાજીનો શુભારંભ, પ્રથમ દિવસે 1200 રૂપિયા સુધી ભાવ બોલાયા
April 26, 2025 11:02 PMજામજોધપુર VHP દ્વારા પહેલગામ આંતકી હુમલામાં મૃત્યુ પામેલ મૃતકોને શ્રદ્ધાંજલી અપાઈ
April 26, 2025 06:56 PMજામનગર : 150 કરોડની છેતરપિંડી કરનાર 3 આરોપી ઝડપાયા
April 26, 2025 06:25 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech