હાપા યાર્ડ દ્વારા ચંદ્રયાન-૩માં યોગદાન બદલ ઉધોગપતિનું બહુમાન

  • August 30, 2023 01:58 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

અંતરીક્ષમાં આત્મનિર્ભર ભારતની અભુતુપર્વ ઉડાન એવા ચંદ્રયાન-૩ના મુખ્ય ભાગના નિર્માણ માટે ગીતા ગ્રુપ ઓફ ઇન્ડસ્ટ્રીઝના સરદારસિંહજી જાડેજા જામનગર દ્વારા યોગદાન બદલ રાષ્ટ્ર સેવાની આ વિશિષ્ટ કામગીરી બદલ માર્કેટ યાર્ડ હાપા દ્વારા તેઓનું બહુમાન કરી સન્માન સ્મૃતી કાર્યક્રમ યોજવામાં આવેલ આ તકે ભવિષ્યમાં પણ આ જ પ્રકારે રાષ્ટ્ર નિર્માણ તેમજ રાષ્ટ્રીય સુરક્ષાના જરુરી સાધન સરંજામ બનાવવામાં વિવિધ ઉચ્ચ ટેકનોલોજી વાળી મશીનરીઓમાં યોગદાન આપવા શુભકામનાઓ પાઠવી હતી.
માર્કેટ યાર્ડ હાપા વતી ચેરમેન અને જીલ્લા સહકારી બેન્કના ડીરેકટર પ્રવિણસિંહ એચ. ઝાલા, વા.ચેરમેન જમનભાઇ ડી. ભંડેરી, ડીરેકટર ધીરજલાલ કારીયા, દયાળજીભાઇ ભીમાણી, દેવરાજભાઇ જરુ, સુરેશભાઇ વસોયા, તખતસંગ જાડેજા, જીતેન્દ્રભાઇ પરમાર, તેજુભા જાડેજા, પ્રમોદભાઇ કોઠારી, અરવીંદભાઇ મેતા, તુલસીભાઇ પટેલ તેમજ તમામ કર્મચારીગણ, માર્કેટ યાર્ડ વેપારી એસો.ના પ્રમુખ જીતુભાઇ તાળા તથા તમામ હોદેદારો, શાકભાજી વેપારી એસોના પ્રમુખ જવાહર નાનકરામ તેમજ તમામ હોદેદારો, તેમજ કોર્પોરેટર જયેન્દ્રસિંહ ઝાલા (હકાભાઇ), કેશુભાઇ માડમ, સુભાષભાઇ જોશી, જયરાજસિંહ જાડેજા, જયમાતાજી ગ્રુપ, પંચવટીના તમામ સભ્યો હાજરી આપી અભીવંદન કરેલ આ કાર્યક્રમનું સંચાલન માર્કેટ યાર્ડના સેક્રેટરી હિતેશ પટેલે કર્યુ હતું.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application