સલાહ અલ-જબીર અલ-કાયદા સાથે જોડાયેલા આતંકવાદી સંગઠનનો મુખ્ય આતંકવાદી હતો
અમેરિકાનો સીરિયામાં હવાઈ હુમલો આતંકી સલાહ અલ-જબીરને ફૂંકી માર્યો
અમેરિકાએ સીરિયામાં હવાઈ હુમલો કર્યો હતો. જેમાં અલ-કાયદા સાથે જોડાયેલા આતંકવાદી સંગઠનનો મુખ્ય આતંકવાદી મોહમ્મદ સલાહ અલ-જબીરને ફૂંકી માર્યો છે. યુએસ સેન્ટ્રલ કમાન્ડે એક નિવેદન જારી કરીને કહ્યું કે, આ હવાઈ હુમલો આતંકવાદીઓના નેટવર્કને તોડવા માટે કરવામાં આવ્યો હતો. આ આતંકવાદી જાબીર હુરર્સિ, અલ-દીન નામના જૂથ સાથે સંકળાયેલો હતો. આ જૂથ અલ કાયદાનું એક સહયોગી સંગઠન છે.
થોડા દિવસ પહેલા સીરિયામાં બળવો થયો હતો. બળવાખોર જૂથ તહરિર અલ-શામ દ્વારા બશર અલ-અસદની સરકારને ઉથલાવી દેવામાં આવી હતી. આ જ સમયે, અહેમદ અલ-શારાને દેશના વચગાળાના રાષ્ટ્રપતિ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે.
હાલ પૂરતું અહેમદ અલ-શારા આંતરરાષ્ટ્રીય મંચો પર સીરિયાનું નેતૃત્વ કરશે. બળવા પછી, બશર-અલ-અસદ તેના પરિવાર સાથે સીરિયા ભાગી ગયો હતો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઉનાળામાં આ શાકભાજી ન ખાઓ, સ્વાસ્થ્યને પહોંચાડી શકે છે ભારે નુકસાન!
May 14, 2025 03:43 PMબોગસ બિલિંગમાં શિપબ્રેકરોના બંધ થયેલા પાનથી વ્યવહારો અંગે તપાસ
May 14, 2025 03:38 PMજો બાથરૂમ માટે ટાઈલ્સ સિલેક્ટ કરવામાં કરશો આ ભૂલ તો બાથરૂમ દેખાશે હંમેશા ગંદુ
May 14, 2025 03:30 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech