પેરિસ જળવાયું કરારથી જુદા થયાના 107 દિવસ પછી યુએસ સત્તાવાર રીતે ફરી એકવાર તેમાં જોડાયો છે. સંયુક્ત રાષ્ટ્રના વડા એન્ટોનિયો ગુટેરેસે તેને વિશ્વ માટે 'આશાનો દિવસ' ગણાવ્યો. તેમણે કહ્યું કે ચાર વર્ષથી પ્રમુખ સભ્યની ગેરહાજરીએ આ ઐતિહાસિક સમાધાનને નબળું પાડ્યું.
યુએનના સેક્રેટરી જનરલે કહ્યું કે આજે આશાનો દિવસ છે, કારણ કે યુનાઇટેડ સ્ટેટ્સ સત્તાવાર રીતે પેરિસ કરારમાં જોડાઈ ગયું છે. યુનાઇટેડ સ્ટેટ્સ અને વિશ્વ માટે આ સારા સમાચાર છે. 46મા અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઇડને પદ સંભાળતાંની સાથે જ તેમણે ડોનાલ્ડ ટ્રમ્પના નિર્ણયોને ઉથલાવી દેતાં 15 કારોબારી આદેશો પર હસ્તાક્ષર કર્યા, જેમાંથી એક પેરિસ કરારમાં ફરીથી જોડાવાનો હતો.
પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ગયા વર્ષે નવેમ્બરમાં ઓપચારિક રીતે પેરિસ ક્લાયમેટ કરારથી પોતાને અલગ કરી દીધા હતા. તેમણે આ નિર્ણયની જાહેરાત ત્રણ વર્ષ પહેલાં કરી હતી. ટ્રમ્પે આ કરારને યુએસ માટે નફાકારક અને ચીન, રશિયા અને ભારત જેવા દેશોને ફાયદાકારક ગણાવ્યો હતો. ગુટેરેસે કાર્બન ઉત્સર્જન ઘટાડવા અને વૈશ્વિક સુરક્ષાને પ્રોત્સાહન આપવાના વૈશ્વિક પ્રયાસો માટે ટ્રમ્પના નિર્ણયને મોટી નિરાશા ગણાવી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 99251 12230
View News On Applicationઉપલેટામાં રાજ્ય સરકારના બજેટને આવકારાયું
March 04, 2021 12:18 PMઉપલેટા એસબીઆઈમાં ૫૦૦ની ૧૦ નકલી નોટ મળી
March 04, 2021 12:15 PMમાલવણ હાઇ-વે ઉપર ચાલુ ટ્રકમાંથી ૪૭૩ કાર્ટૂન ચોરાયા
March 04, 2021 12:13 PMસુરેન્દ્રનગર: લીંબડીમાં એક રાતમાં ૧૫ દુકાનોના તાળાં તૂટયા, લાખોના મુદ્દામાલની ચોરી
March 04, 2021 12:10 PMજૂનાગઢ જેલ ગુનેગારો માટે જેલ છે કે મહેલ !: વધુ ૮ મોબાઈલ ફોન મળ્યા
March 04, 2021 12:05 PMCopyright © 2015-2020 Aajkaal Daily
Developed by Rhythm Infotech