અમેરિકી રાષ્ટ્રપતિ બાયડેન ઘેરાયા , પુત્ર હન્ટર હથિયાર કેસમાં દોષિત

  • September 15, 2023 10:53 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાષ્ટ્રપતિ જો બિડેનના પુત્ર હન્ટર બિડેન પર સ્પેશિયલ કાઉન્સેલ ડેવિડ વેઈસ દ્વારા ગુનાહિત આરોપો મૂકવામાં આવ્યા  છે. આ નિર્ણયને અમેરિકી રાષ્ટ્રપતિ જો બાયડેન માટે મોટો ઝટકો માનવામાં આવી રહ્યો છે, જેમની સામે મહાભિયોગની તપાસનો આદેશ આપવામાં આવ્યો છે, જેના કારણે તેમના પિતાની મુશ્કેલીઓ વધી ગઈ છે.  2018માં શસ્ત્રો ખરીદવા માટે જૂઠું બોલવાના આરોપમાં ગુરૂવારે અમેરિકી રાષ્ટ્રપતિ જો બાયડેનના પુત્ર હન્ટર ની ટ્રાયલ શરૂ થઈ છે, જેની લાંબા સમયથી તપાસ કરવામાં આવી રહી છે.

ડેલવેરની ફેડરલ કોર્ટમાં દાખલ કરાયેલા દાવા મુજબ, હન્ટર પર ઓક્ટોબર 2018માં હથિયાર ખરીદતી વખતે તેની ડ્રગની આદત વિશે ખોટું બોલવાનો આરોપ છે.  રાષ્ટ્રપતિના પુત્રની નાણાકીય કારોબારીની લેવડદેવડ અંગે પણ તપાસ કરવામાં આવી રહી છે. હન્ટર બિડેન સાથે, આ અમેરિકન ઇતિહાસમાં પ્રથમ વખત બન્યું છે કે જ્યારે રાષ્ટ્રપતિના પુત્રને દોષી ઠેરવવામાં આવ્યો હોય  હન્ટર સામે ત્રણ કેસ  તેમની સામે એવા સમયે કેસ ચલાવવામાં આવી રહ્યો છે જ્યારે રિપબ્લિકન નેતાઓએ હન્ટર બાયડેનના નાણાકીય વ્યાપાર વ્યવહારને લઈને રાષ્ટ્રપતિ બાયડેન સામે મહાભિયોગની તપાસ શરૂ કરી છે. આરોપમાં કહેવામાં આવ્યું છે કે ઓક્ટોબર 2018માં જ્યારે પણ તેણે ડેલવેરમાં કોલ્ટ કોબ્રા સ્પેશિયલ બંદૂક ખરીદી ત્યારે હન્ટર જૂઠું બોલ્યા હતા.  જો આ આરોપોમાં દોષિત ઠરે તો તેને 10 વર્ષ સુધીની જેલની સજા થઈ શકે છે. સ્પેશિયલ કાઉન્સેલે સંકેત આપ્યો છે કે સમયસર ટેક્સ ન ભરવાના આરોપસર કેલિફોર્નિયા અથવા વોશિંગ્ટનમાં પણ હન્ટર સામે કેસ થઈ શકે છે. હન્ટર બિડેન સામે ત્રણ ફોજદારી કેસ દાખલ કરવામાં આવ્યા હતા.  સ્પેશિયલ કાઉન્સેલ ડેવિડ વેઈસ છેલ્લા ઘણા સમયથી હન્ટર બિડેનના બિઝનેસ ડીલની તપાસ કરી રહ્યા છે. તેણે હન્ટર પર આ આરોપો લગાવ્યા છે. આ આરોપો 2024ની રાષ્ટ્રપતિની ઝુંબેશને વધુ નાટકીય બનાવશે તેમાં બે મત નથી.

 
બાયડેન સામે મહાભિયોગની તપાસ  યુએસ હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવ્સના સ્પીકર કેવિન મેકકાર્થીએ જાહેરાત કરી હતી કે તેમણે હાઉસને પ્રમુખ જો બાયડેન સામે તેમના પરિવાર સાથે સંકળાયેલા વ્યવસાયિક વ્યવહારો અંગે મહાભિયોગની તપાસ શરૂ કરવાનો નિર્દેશ આપ્યો છે. મેકકાર્થીએ જણાવ્યું હતું કે હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવ્સની તપાસ અત્યાર સુધી બિડેન પરિવારની આસપાસ કેન્દ્રિત ભ્રષ્ટાચારની સંસ્કૃતિનું ચિત્ર દોરે છે.  તેમણે કહ્યું કે રિપબ્લિકન પાર્ટી ડેમોક્રેટિક નેતા બાયડેન રાષ્ટ્રપતિ બન્યા તે પહેલા જ તેમના પુત્ર હન્ટરના વ્યાપારી વ્યવહારની તપાસ કરી રહી હતી.  



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application