BREAKING NEWS

યુએસ-ઇઝરાયલે ઈરાનના પરમાણુ પ્લાન્ટ પર હુમલો કર્યો

  • March 02, 2026 03:19 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

યુદ્ધ વચ્ચે, ઈરાને એક મોટો દાવો કર્યો છે. ઈરાને કહ્યું છે કે રવિવારે અમેરિકા અને ઈઝરાયલે તેના પરમાણુ સ્થળ પર હુમલો કર્યો હતો. આઈએઈએમાં ઈરાનના રાજદૂતે કહ્યું કે અમેરિકા અને ઈઝરાયલે ઈરાની પરમાણુ પ્લાન્ટ પર હુમલો કર્યો હતો. જ્યારે ઈરાની રાજદૂતને પૂછવામાં આવ્યું કે ઈરાનમાં કયા પરમાણુ ફેસેલીટીઝ પર હુમલો કરવામાં આવ્યો હતો, ત્યારે તેમણે કહ્યું કે ઈઝરાયલ અને અમેરિકાએ નાતાન્ઝ પરમાણુ પ્લાન્ટ પર હુમલો કર્યો હતો.


ચાલી રહેલા યુએસ અને ઇઝરાયલી લશ્કરી હુમલાઓ વચ્ચે, વિયેનામાં આંતરરાષ્ટ્રીય પરમાણુ ઊર્જા એજન્સીના બોર્ડ ઓફ ગવર્નર્સની એક ઈમરજન્સી બેઠક શરૂ થઈ છે. આઈએઈએએ આ હુમલાથી રેડિયેશનના સંપર્કની ચેતવણી આપી છે અને કહ્યું છે કે ઘણા મોટા શહેરો ખાલી કરાવવા પડી શકે છે.


ઈરાન સામે અમેરિકા અને ઈઝરાયલની લશ્કરી કાર્યવાહી બાદ, તેહરાન જોરદાર જવાબ આપી રહ્યું છે. ગઈકાલે દુબઈ પર હુમલો કર્યા પછી, ઈરાને આજે કુવૈતને નિશાન બનાવ્યું અને હુમલાઓ શરૂ કર્યા જેણે અમેરિકાને ગંભીર પડકાર ફેંક્યો. કુવૈતમાં એક અમેરિકી એફ-15 લડાકુ વિમાન પણ તોડી પાડ્યું હતું, ઇઝરાયલી હુમલાઓમાં અત્યાર સુધીમાં 555 લોકો માર્યા ગયા છે. ઈરાને દુબઈમાં વિશ્વની સૌથી મોટી તેલ રિફાઇનરી, અરામકો પર હુમલો કર્યો છે. રોઇટર્સના અહેવાલ મુજબ, ડ્રોન હુમલા બાદ સાઉદી અરેબિયાની સરકારી તેલ કંપની અરામકોએ આજે તેની રાસ તનુરા રિફાઇનરી બંધ કરી દીધી હતી. બંધ થવાના સમાચાર મળતાં બ્રેન્ટ ક્રૂડ ઓઇલના ભાવમાં 9.32%નો વધારો થયો હતો.


ખામેઈનીના મૃત્યુથી મધ્ય પૂર્વમાં ભારે તણાવ વધી ગયો છે. ઇઝરાયલ અને અમેરિકા ઇરાન પર મિસાઇલ હુમલા કરી રહ્યા છે, ત્યારે ઇરાન પણ ઉગ્ર જવાબી કાર્યવાહી કરી રહ્યું છે. ઇઝરાયલ ઉપરાંત, ઇરાને ગલ્ફ દેશોને પણ નિશાન બનાવ્યા છે જ્યાં અમેરિકાના લશ્કરી થાણા છે. દુબઈ, કુવૈત, બહેરીન, કતાર અને ઓમાન જેવા દેશો પર ઇરાની મિસાઇલોએ આકાશ લાલ કરી દીધું છે, જ્યારે રાષ્ટ્રપતિ ટ્રમ્પના કડક આદેશોએ યુદ્ધનો માર્ગ બદલી નાખ્યો છે. આ તણાવ ભારત સહિત સમગ્ર વિશ્વ પર સીધી અસર કરી રહ્યો છે. ઈરાને આજે કુવૈતને નિશાન બનાવ્યું અને હુમલાઓ શરૂ કર્યા જેણે અમેરિકાને ગંભીર પડકાર ફેંક્યો. કુવૈતમાં એક અમેરિકી એફ-15 લડાકુ વિમાન પણ તોડી પાડ્યું હતું.



ઈરાન-ઈઝરાયલ યુદ્ધના કારણે 3 હજાર ફ્લાઈટ્સ રદ

અમેરિકા અને ઇઝરાયલ દ્વારા ઇરાન પર કરવામાં આવેલા હુમલાઓને કારણે વિશ્વભરની હવાઈ મુસાફરી ખરાબ રીતે પ્રભાવિત થઈ છે. રિપોર્ટ અનુસાર, એરલાઇન્સના શેરમાં પણ ઘટાડો થયો છે. અમેરિકી રાષ્ટ્રપતિ ટ્રમ્પે સંકેત આપ્યો છે કે અમેરિકાની સૈન્ય કાર્યવાહી ચારથી પાંચ અઠવાડિયા સુધી ચાલી શકે છે. આનાથી હવાઈ યાત્રામાં અનિશ્ચિતતા વધુ વધી ગઈ છે. મિડલ ઇસ્ટના ઘણા મોટા હવાઈ મથકો બંધ છે. ખાસ કરીને દુબઈ ઇન્ટરનેશનલ એરલાઇન, જે વિશ્વનું સૌથી વ્યસ્ત આંતરરાષ્ટ્રીય હવાઈ મથક માનવામાં આવે છે, તે સતત ત્રીજા દિવસે પણ બંધ રહ્યું. આ સ્થિતિ કોવિડ-19 મહામારી પછીનો સૌથી મોટો હવાઈ સંકટ માનવામાં આવી રહી છે. આજે સવાર સુધીમાં 1,239 ફ્લાઇટ્સ પહેલેથી જ રદ થઈ ગઈ હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application