ઈરાન અને અમેરિકા વચ્ચેના સોદા અંગે સસ્પેન્સ હજુ પણ યથાવત છે. આ દરમિયાન, અમેરિકાના રાષ્ટ્ર્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે સોશિયલ મીડિયા પર એઆઈ જનરેટેડ ફોટો શેર કરીને ઈરાનને ધમકી આપી છે, જેમાં ફાઈટર જેટ સાથે બોમ્બ જોડાયેલો દેખાય છે. સંદેશમાં લખ્યું છે, આ બાબત પર ધ્યાન આપવા બદલ આભાર.
ટ્રમ્પની પોસ્ટ એવા સમયે આવી છે યારે અમેરિકા અને ઈરાન એક સોદા માટે વાટાઘાટો કરી રહ્યા છે. અમેરિકાના વિદેશ સચિવ માર્કેા બિયોએ દિલ્હીમાં તો કહ્યું હતું કે સારા સમાચાર આવી શકે છે. જો કે, અત્યાર સુધી, હોર્મુઝ સ્ટ્રેટને ફરીથી ખોલવા અથવા ઈરાન અને અમેરિકા વચ્ચેના સોદા અંગે યુએસ રાષ્ટ્ર્રપતિ તરફથી કોઈ જાહેરાત કરવામાં આવી નથી.અમેરિકા–ઈરાન ડીલ
ટ્રમ્પે અગાઉ લખ્યું હતું કે, જો હત્પં ઈરાન સાથે સોદો કં છું, તો તે સારો અને ન્યાયી હશે, ઓબામા સોદા જેવો નહીં, જેણે ઈરાનને મોટી રકમ રોકડ આપી હતી અને પરમાણુ શક્રો વિકસાવવા માટે દરવાજા ખોલ્યા હતા. આપણો કરાર સંપૂર્ણપણે વિપરીત છે, પરંતુ કોઈએ તેને જોયો નથી, કે કોઈને ખબર નથી કે તે શું છે. તેની હજુ સુધી સંપૂર્ણ ચર્ચા પણ થઈ નથી.ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે અમેરિકા, ઈરાન અને અન્ય વિવિધ દેશો વચ્ચે એક મહત્વપૂર્ણ કરાર પર વાટાઘાટો થઈ ગઈ છે, પરંતુ અંતિમ સ્પર્શ હજુ બાકી છે. સોમવારે સવારે અમેરિકન રાષ્ટ્ર્રપતિએ પોતાના નિવેદનને નરમ પાડતા કહ્યું કે કરાર હજુ સંપૂર્ણ રીતે નક્કી થયો નથી. દરમિયાન, ઈરાની અધિકારીઓએ પુષ્ટ્રિ આપી કે વાટાઘાટો ચાલી રહી છે અને કેટલીક પ્રગતિ થઈ છે. ઈરાનની ન્યૂઝ એજન્સી અનુસાર, કથિત કરારમાં તમામ મોરચે યુદ્ધનો અતં લાવવાનો રોડમેપ શામેલ હતો, જેમાં વાટાઘાટો દરમિયાન અમેરિકાએ ઈરાની તેલ પરના પ્રતિબંધો માફ કર્યા હતા. અમેરિકા સોદાના બે મુખ્ય મુદ્દાઓ પર પીછેહઠ કરવાનો સંકેત આપી રહ્યું છે: ઈરાની સંપત્તિઓને ફ્રીઝ કરવાની પ્રક્રિયા અને લેબનોનમાં યુદ્ધવિરામ. હોર્મુઝ સ્ટ્રેટ અને ઈરાનનો પરમાણુ કાર્યક્રમ પણ વિવાદના મુખ્ય મુદ્દાઓ હોવાનું જણાઈ આવે છે