પુજા ખેડકર જેની કામચલાઉ ઉમેદવારી પણ યુપીએસસી દ્રારા રદ કરવામાં આવી છે.છતા તેના દવારા આચરેલા કૃત્યની અસર દેશભરના વિકલાગતાના પ્રમાણપત્રથી નોકરી મેળવનાર અધિકારીઓ પર થઈ છે જેની અસર ગુજરાતના ચાર આઈએએસ અધિકારીઓને પણ થવા પામી છે યુનિયન પબ્લિક સર્વિસ કમિશન દ્રારા ભારતીય સનદી સેવામાં જોડાયેલા આવા વિકલાંગતા ના પ્રમાણપત્ર ના આધારે નોકરી મેળવનાર તમામ અધિકારીઓની તપાસ કરવાનો નિર્ણય કરાયો છે. આ માટે અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ચારે અધિકારીઓએ તેમની વિકલાંગતા ની પુન: તપાસ કરવાની રહેશે અને તેનો રિપોર્ટ યુપીએસસીને મોકલવાનો આદેશ કરાયો છે પરિણામે આ મામલો બ્યુરોકસીમાં ચર્ચાનો વિષય બન્યો છે.
યુનિયન પબ્લિક સર્વિસ કમિશન દ્રારા નોકરી માટે વિકલાંગતા પ્રમાણપત્રો પ્રદાન કરનારા અખિલ ભારતીય સેવાઓ ના તમામ અધિકારીઓને નિર્દેશ આપ્યા બાદ ગુજરાતના ઓછામાં ઓછા ચાર સનદી અધિકારીઓએ તેમના વિકલાંગતા પ્રમાણપત્રો ફરીથી તપાસવા પડશે. જેમા ચાર અધિકારીઓ તબીબ તપાસ મા ફરીથી પસાર થવુ પડશે.
યુનિયન પબ્લિક સર્વિસ કમિશન દ્રારા અખિલ ભારતીય સેવાઓના તમામ અધિકારીઓ કે જેમણે નોકરી માટે અપંગતા પ્રમાણપત્રો આપ્યા છે, તેમને તબીબી પુન:પરીક્ષા કરાવવાનો નિર્દેશ આપ્યા બાદ ગુજરાતના ઓછામાં ઓછા ચાર સનદી અધિકારીઓએ તેમના વિકલાંગતા પ્રમાણપત્રો ફરીથી તપાસવા કરાવવા અમદાવાદ સિવિલ હોસ્પિટલમા હાજર થવુ પડશે.
યુનિયન પબ્લિક સર્વિસ કમિશન દ્રારા આ કવાયત મહારાષ્ટ્ર્ર કેડરના સનદી અધિકારી પુજા ખેડકર દ્રારા ઊભા થયેલા વિવાદને પગલે શ થઈ છે.જેમને નકલી અપંગતા પ્રમાણપત્રો અને અન્ય અનિયમિતતાઓ પ્રદાન કરવાના આરોપ બાદ કાઢી મૂકવામાં આવ્યા હતા.રાયના તમામ આઈએએસ, આઈપીએસ અને આઈએફએસ અધિકારીઓ કે જેમણે વિકલાંગતા પ્રમાણપત્રો સબમિટ કર્યા છે તેમને સિવિલમાં ફરીથી પરીક્ષા કરાવવાની જર બની રહયુ છે.
અમદાવાદની હોસ્પિટલ તમામે તેમની વિકલાંગતા ની પુન:પરીક્ષણનો રિપોર્ટ યુપીએસસીને મોકલવો પડશે ટોચના સરકારી સૂત્રોએ જણાવ્યું હતું. ખેડકરની ઘટના બાદ, ગુજરાતમાં ચાર સનદી અધિકારીઓ રાજય સરકારના જનરલ એડમિનિસ્ટ્રેશન ડિપાર્ટમેન્ટ દવારા સ્કેનર હેઠળ આવ્યા હતા.ને જાણવા મળ્યું કે તેમના વિકલાંગતા પ્રમાણપત્રોની નજીકથી તપાસની જર છે. ખેડકર કેસ બાદ રાજયના બાબુડોમમા હોબાળો મચી ગયો છે. રાયમાં પોસ્ટ કરાયેલા વધુ કેટલા અધિકારીઓ વિકલાંગતા પ્રમાણપત્રો આપીને સેવાઓમાં આવ્યા છે તેની તાત્કાલિક કોઈ માહિતી નથી.જે ચાર આઈએએસ અધિકારીઓના વિકલાંગતા પ્રમાણપત્રોની ચકાસણી કરવામાં આવી રહી છે તેમાંથી એક વરિ અધિકારી છે અને અન્ય ત્રણ જુનિયર કક્ષાના અધિકારીઓ છે, એમ સૂત્રોએ જણાવ્યું હતું. યારે વરિ અધિકારીએ 'દ્રષ્ટ્રિની ક્ષતિ'ને વિકલાંગતા તરીકે દર્શાવી હતી, ત્યારે ત્રણ જુનિયર અધિકારીઓએ તેમના વિકલાંગતા પ્રમાણપત્રોમાં 'લોકોમોટિવ ડિસેબિલિટી'ના કારણો દર્શાવ્યા હતા
ખેડકર એપીસોડનો ગુજરાતમાં રેલો
ગુજરાત રાજયના સામાન્ય વહીવટી વિભાગ દ્રારા ગુજરાતની સેવામાં જોડાયેલા વિકલાંગતા ના પ્રમાણપત્ર ના આધારે નોકરી મેળવનાર તમામ અધિકારીઓ સરકારના સ્કેનિંગ હેઠળ આવી ગયા છે આ તમામ અધિકારીઓની તપાસ કરવા રાય સરકાર દ્રારા તખતો તૈયાર કરી દેવાયો છે ટૂંક સમયમાં આ તમામ અધિકારીઓની તપાસ અનિવાર્ય બની રહેશે. રાય સરકારમાં આદિવાસીના પ્રમાણપત્રને આધારે નોકરી મેળવનાર કર્મચારીઓની તપાસ પણ કરવામાં આવી રહી છે આવતા દિવસોમાં ખોટા સર્ટિફિકેટ લઈને નોકરી મેળવનાર અધિકારીઓ સામે એકશન લેવા સરકાર તૈયાર થઈ ચૂકી છે.ખેડકર એપિસોડને પગલે, રાયના તમામ સરકારી કર્મચારીઓના વિકલાંગતા અને જાતિ પ્રમાણપત્રો પર તપાસના આદેશ થી ખળભળાટ મચી ગયો છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationમંદિર હોવાના પૂરાવા મળ્યા છે, અમે તેને લઈને જ રહીશુંઃ સંભલ વિવાદ પર સ્વામી રામભદ્રાચાર્યનો મોટો દાવો
December 23, 2024 10:26 AMખાલિસ્તાની કમાન્ડો ફોર્સના 3 આતંકવાદીઓ એન્કાઉન્ટરમાં માર્યા ગયા, બે AK-47 મળી
December 23, 2024 09:07 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech