યુનેસ્કોએ કચ્છના ધોળાવીરા સાઈટને વર્લ્ડ હેરિટેજ સાઇટ કરી જાહેર

  • July 27, 2021 10:26 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ગુજરાતના કચ્છમાં આવેલા પુરાતન વિરાસત એવા ધોળાવીરાને હવે વલ્ડ હેરીટેજનો દરજ્જો મળી ચુક્યો છે. આ અંગે રાજ્યના મુખ્યપ્રધાન વિજય રુપાણીએ ટ્વીટ કરીને જાણકારી આપી હતી. આર્કિયોલૉજિકલ સર્વે ઑફ ઇન્ડિયાએ ધોળાવીરાને વર્લ્ડ હેરિટેજ યાદીમાં સમાવવા યુનેસ્કોના વર્લ્ડ હેરિટેજ સાઇટ તરીકેના નોમિનેશન માટે ડોઝિયર મોકલ્યું હતુ. આ સાઇટને યુનેસ્કોના પ્રતિનીધીઓએ આખરે વર્લ્ડ હેરિટેજનો દરજ્જો આપતા હવે ધોળાવિરાને વૈશ્વિક ઓળખ મળશે.


મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ટ્વીટ કરી આપી જાણકારી

 

 

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પ્રથમ વખત ધોળાવીરાની મુલાકાત કરતા ફોટો ટ્વીટ કર્યા

 


ધોળાવીરા નામ કેવી રીતે પડ્યું


ધોળાવીરા જે ગામ છે ત્યાં અંદાજિત 500 થી 600 વર્ષ પૂર્વે ગામના તળાવ પાસે સફેદ ટેકરાની આસપાસ કુદરતી પાણીના વીરા( વિરડા) વહેતા હતા તેના પરથી ધોળાવીરા ગામનું નામ ધોળાવીરા પડ્યું હતું.

 


યુનેસ્કો હેરિટેજ સાઇટ જાહેર કરાઇ


ભારત સરકારે ગયા વર્ષે ધોળાવીરાને યુનેસ્કોને વર્લ્ડ હેરિટેજ સાઇટ માટે સામેલ કરવા ડોઝિયર મોકલ્યું હતું, ત્યારબાદ યુનેસ્કોની ટીમ ધોળાવીરા આવીને હેરીટેજ સાઇટનું નિરીક્ષણ પણ કર્યું હતું. ધોળાવીરાને યુનેકસ્કો વર્લ્ડ હેરિટેજ સાઇટનો દરજ્જો આપ્યો હોવાની જાહેરાત રાજયના મુખ્યપ્રધાને ટ્વીટ દ્વારા જણાવ્યું હતું. આ જાહેરાતને પગલે કચ્છના નામે વધુ એક આંતરરાષ્ટ્રીય ખ્યાતિ પ્રાપ્ત થવાની દિશાની શરૂઆત થઇ છે.

 

યુનેસ્કોએ ટ્વીટ કરી આપી જાણકારી


 

 


વર્લ્ડ હેરિટેજ સાઈટની આ છે જરૂરિયાત


ધોળાવીરા ગામના અગ્રણી જીલ્લુભા વેલુભા સોઢાએ જણાવ્યું હતું કે યુનેસ્કો દ્વારા ધોળાવીરને વર્લ્ડ હેરિટેજ સાઇટ જાહેર કરવામાં આવતા 2700ની વસ્તી ધરાવતા ગામમાં ખુશી વ્યાપી છે. કિરોના કાળમાં એકલ દોકલ પ્રવાસી આવતા રહે છે. લાંબુ અંતર હોવાથી આ વિષયમાં રસ રુચિ ધરાવતા લોકોજ અહીં સુધી પહોંચે છે. ચોક્કસપણે આ નિર્ણયથી પ્રવસી વર્ગની હાજરી વધશે તેનું બીજું કારણ ઘડુલી સાંતલપુર માર્ગ પણ ઉપીયોગ માટે તૈયારીમાં છે. પરંતુ હજુ સુધી 12 થી 13 હાજરની વસ્તી ધરાવતા ખડીર બેટના 12 જેટલા ગામ અને વાંઢમાં બેન્ક અને એટીએમની સુવિધા નથી. એકજ એસટી બસ 24 કલાકમાં આવે છે. લાઈટ પાણી અને ગટર જેવી મૂળભૂત સેવાઓ વધારવી પડશે હવે કેન્દ્ર અને રાજ્ય સરકારની જવાબદારી આ સેવાઓ પુરી પાડવા માટે વધી ગઈ છે.


ગુજરાતમાં વર્લ્ડ હેરિટેજ સાઇટની સંખ્યા


ધોળાવીરાનો વર્લ્ડ હેરિટેજ સાઇટમાં સમાવેશ થતાં ગુજરાતને ચાર-ચાર વર્લ્ડ હેરિટેજ સાઇટસ ધરાવતા રાજ્યનું પણ ગૌરવ મળ્યું છે. આ અગાઉ ર૦૦૪માં ચાંપાનેરને, ર૦૧૪માં રાણકી વાવને, ર૦૧૭માં અમદાવાદને વિશ્વના પ્રથમ વર્લ્ડ હેરિટેજ સિટીની ગૌરવ સિદ્ધિ મળેલી છે. હવે, ર૦ર૧માં યુનેસ્કોએ કચ્છના ધોળાવીરાનો વર્લ્ડ હેરિટેજ સાઇટની યાદીમાં સમાવેશ કરીને વિશ્વ વિરાસત નકશામાં ગુજરાતને વધુ એકવાર ચમકવાની સિદ્ધિ આપી છે 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS