ગુજરાત વિધાનસભામાં રાજ્યની મેડિકલ કૉલેજમાં એમ.ડી.(ડૉક્ટર ઓફ મેડિસીન) અને એમ.એસ.(માસ્ટર ઓફ સર્જરી) ની કુલ સીટો અને છેલ્લા બે વર્ષમાં થયેલ વધારા સંદર્ભેના વિધાનસભામાં પ્રશ્નનો ઉત્તર આપતા આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે, હાલ રાજ્યની મેડિકલ કૉલેજોમાં એમ.ડી.ની ૨,૦૪૪ અને એમ,એસ.ની ૯૩૨ સીટો ઉપલબ્ધ છે. છેલ્લા બે વર્ષમાં એમડી.ની ૪૪૬ અને એમએસ. ની ૨૧૧ સીટો વધી હોવાનું તેમણે ઉમેર્યું હતું.
વડાપ્રધાનનરેન્દ્રભાઇ મોદીએ દેશના પ્રત્યેક જીલ્લામાં મેડિકલ કૉલેજ કાર્યરત કરવાનો સંકલ્પ કર્યો છે જેને ગુજરાતમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલના નેતૃત્વ હેઠળની સરકાર પૂર્ણ કરવાની દિશામાં સતત પ્રયત્નશીલ છે. રાજ્યના પ્રત્યેક જિલ્લામાં મેડિકલ કૉલેજ કાર્યરત થવાનું સ્વપ્ન પૂર્ણતાના આરે હોવાનું આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલે ઉમેર્યુ હતું.
મેડિકલ કૉલેજમાં પી.જી. અનુસ્નાતક બેઠકોની વધું વિગતો આપતા તેમણે જણાવ્યું હતું કે,રાજ્યમાં નેશનલ મેડિકલ કમિશન ભારત સરકાર દ્વારા માન્યતા પ્રાપ્ત પીજી (પોસ્ટ ગ્રેજ્યુએશન) ડિગ્રી (એમડી-૩ વર્ષ) ની ૨૦૪૪, પી.જી. ડીગ્રી (એમએસ-૩ વર્ષ)ની ૯૩૨, પી.જી. સુપર સ્પેશ્યાલીટી (ડીએમ/એમસીએચ. ૩ વર્ષ) ની ૧૨૪ અને પી.જી ડીપ્લોમાં (૨ વર્ષ)ની ૩૯ મળીને કુલ -૩૧૩૯સીટો ઉપલબ્ધ છે.
ડીએનબી (ડિપ્લોમેટ ઓફ નેશનલ બોર્ડ) સ્પેશ્યાલિટી (૩ વર્ષ)ની ૧૪૮, ડીએનબી સુપર સ્પેશ્યાલિટી (૩ વર્ષ)ની ૭૬ અને ડીએનબી ડિપ્લોમાં (૨ વર્ષ)ની ૫૮બેઠકો મળીને કુલ -૨૮૨ તેમજ સીપીએસ (કૉલેજ ઓફ ફિઝીશીયન એન્ડ સર્જન ઇન મુંબઇ) ડિપ્લોમા (૨ વર્ષ)ની કુલ-૨૯૮ બેઠકો ઉપલબ્ધ છે. આમ કુલ મળીને રાજ્યમાં કુલ-૩૭૧૯ જેટલી અનુસ્નાતક અભ્યાસ માટેની બેઠકો ઉપલબ્ધ છે.
મંત્રીએ આ ક્ષણે એમ પણ કહ્યું હતું કે, રાજ્યમાં અંદાજીત કુલ ૪૫૦ જેટલી યુ.જી. બેઠકો અને ૧૦૧૧ જેટલી પી.જી. બેઠકો માટે વિવિધ સંસ્થાઓએ એનએમસીમાં અપ્લાય કર્યું છે જેના માટે રાજ્ય સરકારે એસેન્સીયાલીટી સર્ટીફીકેટ આપ્યું છે. એટલે ગુજરાત રાજ્યના મેડિકલ ઇતિહાસમાં પ્રથમ વખત આટલી મોટી સંખ્યામાં એક સાથે બેઠકોનો વધારો આવનારા નજીકના સમયમાં જોવા મળશે તેમ તેમણે ભારપૂર્વક કહ્યું હતું. રાજ્યમાં હાલ કુલ ૪૧ મેડીકલ કૉલેજો ઉપલબ્ધ છે. જેમાં ૬ સરકારી, ૧૩ ગુજરાત મેડીકલ એજ્યુકેશન એન્ડ રિસર્ચ સોસાયટી સંચાલિત,૩કોર્પોરેશન સંચાલિત, ૧ એઇમ્સ અને ૧૮ સ્વ-નિર્ભર કૉલેજો છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજુઓ પોરબંદર જિલ્લામાં જમીન પર થયેલા દબાણ અંગે કલેકટરે શું કહ્યું
April 02, 2025 01:38 PMલીંબુના ભાવમાં આકાશને આંબતો વધારો : કિલોના ₹200
April 02, 2025 01:37 PMપોરબંદરમાં રઘુવંશી એકતા દ્વારા મહાપ્રસાદી અંગે યોજાઇ બેઠક
April 02, 2025 01:36 PMજુઓ પોરબંદર આજકાલનો 22 મો જન્મદિવસ કઈ રીતે ઉજવાયો
April 02, 2025 01:35 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech