UG-PGમાં મેડિકલ ડેન્ટલની ઓલ ઈન્ડિયા ક્વોટામાં EWS અનામત સાથે આ વર્ષે બેઠક વધશે

  • July 31, 2021 07:02 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

કેન્દ્ર સરકારે યુજી અને પીજી બંનેમાં મેડિકલ ડેન્ટલની ઓલ ઈન્ડિયા ક્વોટામાં OBC અને EWS અનામતની જાહેરાત કરી દિધી છે. PG માં સરકારી કોલેજોની 50 ટકા બેઠકો ઓલ ઈન્ડિયા ક્વોટામાં ભરાતી ગુજરાતની 521 અને ડેન્ટલની 22 બેઠક પર અનામત લાગુ પડશે.


યુજીમાં સરકારી કોલેજની 15 ટકા અને પીજીમાં 50 ટકા બેઠકો ઓલ ઈન્ડિયા ક્વોટામાં નીટના આધારે કેન્દ્ર સરકારની પ્રવેશ સમિતી દ્વારા ભરાશે. યુજીમાં જ્યાં મેડિકલ અને ડેન્ટલમાં 27 ટકા ઓબીસી અને 10 ટકા ઈડબ્લ્યુએસ સાથે 92 બેઠકો પર અનામત લાગુ પડશે. અગાઉ એસસી 15 ટકા અને એસટી 7.5 ટકા અનામત લાગુ હતી. પરંતુ OBC અને EWS લાગુ કરાઈ ન હતી. ત્યારે હવે યુજી અને પીજીમાં આ બંને કેટગરીની અનામત લાગુ થતાં કુલ બેઠક પણ વધશે.


ગુજરાતમાં સરકારી અને ખાનગી કોલેજો સાથે 1874 ડિગ્રીમાં છે. જેમાં સરકારી મેડીકલ કોલેજોમાં 50 ટકા મુજબ પીજીની 521 બેઠકો ડિગ્રીમાં છે. અને ઓલ ઇન્ડિયા ક્વોટામાં ભરાઈ છે. ડેન્ટલમાં કુલ 241 બેઠકો છે. અને જેમાંથી બે જ સરકારી કોલેજોની 44 જેટલી બેઠકમાંથી 50 ટકા મુજબ 22 બેઠક ઓલ ઈન્ડિયા ક્વોટામાં ભરાય છે.     અને જેના પર OBC અને EWS લાગુ પડશે 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)
Covid amongst kids
  • May 10, 2021