ભાટીયામાં વિદેશી દારૂના જથ્થા સાથે બાઇક પર જતા બે યુવાનો ઝડપાયા

  • June 08, 2021 10:55 AM 

મીઠાપુરમાં કેફી પીણું પીધેલી હાલતમાં બે બાઈક ચાલક ઝબ્બે

દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાટીયામાં વિદેશી દારૂના જથ્થા સાથે બાઇક પર જતા બે યુવાનોને પોલીસે ઝડપી લીધા છે, જ્યારે મીઠાપુરમાં કેફી પીણું પીધેલી હાલતમાં બે બાઈકચાલકને ઝડપી લઇ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.

કલ્યાણપુર તાલુકાના ભાટીયા ગામે રહેતા સાગર ઉર્ફે સેગી ઉર્ફે સાગુ કરમણભાઈ વારમલ નામના 23 વર્ષીય યુવાન સાથે જઇ રહેલા મૂળ દેવળીયા ગામના અને હાલ ભાટિયાના રહીશ સુભાષ ઉર્ફે કિશન પરબતભાઈ કરમુર નામના 23 વર્ષના આહીર યુવાનને પોલીસે અટકાવી ચેકીંગ કરતાં તેઓ દ્વારા છુપાવીને લઈ જવામાં આવતી 14 બોટલ વિદેશી દારૂ મળી આવી હતી. આથી પોલીસે રૂપિયા 7,280 ની કિંમતનો શરાબનો જથ્થો, રૂ. 30 હજારની કિંમતનું સ્પ્લેન્ડર પ્લસ મોટરસાઇકલ તેમજ રૂપિયા 25 હજારની કિંમતના બે નંગ મોબાઇલ ફોન મળી, કુલ રૂપિયા 62,280 નો મુદ્દામાલ કબજે કરી, પ્રોહી. એક્ટ મુજબ બન્ને શખ્સોની અટકાયત કરી હતી.

જ્યારે મીઠાપુર ન્યુ વર્કમેન ક્વાર્ટર ખાતે રહેતા ખેંગાર અભુ ચાનપા નામના 31 વર્ષના યુવાનને રૂ. 15 હજારની કિંમતના પેશન પ્લસ મોટરસાયકલ પર કેફી પીણું પીધેલી હાલતમાં સુરજકરાડી વિસ્તારમાંથી તથા આરંભડા સીમ વિસ્તારમાં રહેતા દિનેશ સાંગાભાઈ ચાનપા (ઉ. વ. 28) ને પણ કેફી પીણું પીધેલી હાલતમાં વાહન ચલાવતા ગત સાંજે સ્થાનિક પોલીસે ઝડપી લઈ, એમ.વી. એક્ટની કલમ 185 મુજબ ધોરણસર કાર્યવાહી કરી હતી.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS