વાંકાનેર તાલુકાના જડેશ્ર્વર મહાદેવ મંદિરનાં સાંનિધ્યમાં આજથી સૌરાષ્ટ્ર્રના પ્રથમ લોકમેળાનો પ્રારભં થયો હોય ત્યારે રાત્રીના મેળામાંથી પરત આવતા બે યુવાનો પર રસ્તામાં વડસરના ડુંગરાળ વળાંક પાસે દિપડાએ અચાનક હત્પમલો કર્યેા હતો. જેમાં બન્ને યુવાનોને ઈજા થતાં તાત્કાલીક સારવાર અર્થે વાંકાનેર સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હોવાની માહિતી મળી છે.
જડેશ્ર્વર મહાદેવના સાંનિધ્યમાં લોકભેળાનો પ્રારભં થયો હોય ત્યારે સાંજના ૮.૩૦ વાગ્યાની આસપાસ મેળાની મોજ માણી પરત ફરતા એક ડબલસવારી બાઈક વડસર ડુંગરના વળાંક પાસે પહોંચતા અચાનક એક દિપડાએ બન્ને યુવાનો પર હત્પમલો કર્યેા હતો. જેમાં બાઈકસવાર વત્સલ પુજારા ઉ.વ.૨૧ રહે. વાંકાનેર અને તેની સાથે રહેલ અન્ય એક યુવાનને ઈજા થઈ હતી. જેમાં બન્ને યુવાનોના માથા પર દિપડાએ પંજાથી ઈજા કરતા બન્ને યુવાનોને તાત્કાલીક સારવાર માટે વાંકાનેર સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
સદનસીબે આ બનાવમાં મેળાનો સમય હોવાથી રોડ પર વધુ ટ્રાફીક હોેવાથી અહીંથી પસાર થતાં વાહન ચાલકો તાત્કાલીક યુવાનની મદદે દોડી આવી યુવાનોને દિપડાના વધુ હત્પમલાથી બચાવ્યો હતો. જે બાદ દિપડો પુન: જાળી જાખરામાં અલોપ થઈ ગયો હોવાની માહિતી મળી છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationભારતમાં પીળું તરબૂચ ક્યાંથી આવ્યું? જાણો તેના અદ્ભુત સ્વાસ્થ્ય લાભો
May 14, 2025 04:49 PMઆ 5 વસ્તુઓ ભૂલથી પણ ઠંડી ન ખાવી જોઈએ, સ્વાસ્થ્ય પર કરી શકે છે ખરાબ અસર
May 14, 2025 04:46 PMરાજકોટમાં નર્સની હત્યા કરનાર હત્યારો વિકૃત, મોબાઈલ ફોનમાં થોકબંધ અશ્લીલ વીડિયો મળી આવ્યા
May 14, 2025 04:41 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech