હેરીયર કારે પિકઅપ રીક્ષાને ઠોકર મારતા બંધ ટ્રકમાં અથડાતા ત્રિપલ અકસ્માત થયો : પરિવારમાં માતમ : પુર્વ વિપક્ષી નેતા સહિતના હોસ્પીટલ દોડી ગયા : કાર અને ટ્રકના ચાલક સામે ફરીયાદ
જામનગર-ખંભાળીયા હાઇવે જોગવડ પાટીયા પાસે ગઇ મોડી સાંજે ત્રિપલ અકસ્માત સર્જાતા જામનગરના બે યુવાનના કણ મૃત્યુ નિપજતા પરિવારજનોમાં માતમ છવાઇ ગયો હતો, પટણીવાડના બંને યુવાન પિકઅપ રીક્ષામાં આવી રહયા હતા ત્યારે હેરીયર કારે ઠોકર મારતા રીક્ષા બંધ ટ્રકમાં અથડાતા ગોઝારો અકસ્માત થયો હતો, બનાવની જાણ થતા પુર્વ વિપક્ષી નેતા સહિતના લતાવાસીઓ જી.જી. હોસ્પીટલ ખાતે દોડી ગયા હતા, દરમ્યાન આ બનાવ અંગે કાર અને ટ્રકના ચાલક સામે ફરીયાદ નોંધાવવામાં આવી છે જેના આધારે મેઘપર પોલીસે તપાસ આગળ ધપાવી છે.
જામનગરના પટણીવાડ વિસ્તારમાં રહેતા સોહીલ વલીભાઇ શેખ (ઉ.વ.32) તથા હાજી ઉર્ફે મોસીન કાસમભાઇ ફરાસ (ઉ.વ.32) નામના બે યુવા મિત્રો ગઇકાલે સોહીલભાઇની બજાજ મેકસી પિકઅપ લોડીંગ રીક્ષા નં. જીજે10ટીઝેડ-1889માં ટાઇલ્સ ભરીને ઉતારવા અર્થે ખંભાળીયા તરફ જતા હતા, દરમ્યાન મોડી સાંજે જોગવડ પાટીયા પાસે પહોચતા હેરીયર કાર નં. જીજે3એમબી-4004ના ચાલકે પુરઝડપે અને ગફલતભરી રીતે ચલાવીને પિકઅપ રીક્ષાને હડફેટે લઇ જોરદાર ઠોકર મારી હતી.
કારે રીક્ષાને ઠોકર મારતા આગળ રોડના કાંઠા પાસે ટ્રક નં. જીજે10ટીવાય-6695ના ચાલકે પોતાનો ટ્રક બેદરકારીપુર્વક અને આવતા જતા વાહનોને અડચણ થાય તે રીતે ઉભો રાખ્યો હતો જેના કારણે કારની ટકકરના કારણે રીક્ષા અહીં ઉભેલા ટ્રકની પાછળ ધડાકાભેર ઘુસી જતા ગોઝારો અકસ્માત સર્જાયો હતો.
આથી પિકઅપ રીક્ષામાં બેઠેલા તથા ડ્રાઇવીંગ કરનાર સોહીલભાઇ શેખ તથા તેની સાથેના હાજી ઉર્ફે મોસીન આ બંને યુવાનોને શરીરે ગંભીર ઇજાઓ થતા મૃત્યુ નિપજતા શોકની લાગણી ફેલાઇ ગઇ હતી.
ગોઝારા ત્રિપલ અકસ્માતની જાણ થતા મેઘપર પોલીસની ટુકડી ઘટના સ્થળ અને જી.જી. હોસ્પીટલ ખાતે દોડી ગઇ હતી બીજી બાજુ અકસ્માતની જાણ થતા પુર્વ વિપક્ષી નેતા અસલમભાઇ ખીલજી સહિતના આગેવાનો અને પટણીવાડ વિસ્તારના લોકો હોસ્પીટલ દોડી ગયા હતા, બે યુવાનોના કણ મૃત્યુથી આ વિસ્તારમાં અને પરિવારજનોમાં માતમ છવાયો હતો.
દરમ્યાન ઉપરોકત બનાવ અંગે જામનગરના પટણીવાડ વિસ્તારમાં આવેલ પીલુડી ફળીમાં રહેતા મૃતક સોહીલના નાના ભાઇ સેજાન વલીભાઇ શેખ (ઉ.વ.20)એ મેઘપર પડાણા પોલીસમાં હેરીયર કાર નં. જીજે3એમબી-4004ના ચાલક તથા ટ્રક નં. જીજે10ટીવાય-6695ના ચાલક આ બંનેની સામે ફરીયાદ નોંધાવી હતી. જેના આધારે મેઘપર પીઆઇ પી.ટી. જયસ્વાલ અને સ્ટાફ દ્વારા તપાસ ચલાવવામાં આવી રહી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationચેમ્પિયન ટ્રોફી 2025: ભારતે પાકિસ્તાનને 6 વિકેટે હરાવ્યું, વિરાટ કોહલીએ ફટકારી સદી
February 24, 2025 12:43 AMભારત-પાકિસ્તાન મહામુકાબલો: રોહિત શર્માએ રચ્યો ઇતિહાસ, હાર્દિક પંડ્યાએ પણ નોંધાવી સિદ્ધિ
February 23, 2025 07:11 PMસુરેન્દ્રનગર-લીંબડી હાઈવે પર કાળો કેર: ડમ્પર-મિની બસની ટક્કરમાં 5ના મોત, 10થી વધુ ઘાયલ
February 23, 2025 07:08 PMગૌતમ અદાણીએ દર કલાકે આટલા કરોડ ટેક્સ ચૂકવી રચ્યો આ ઇતિહાસ
February 23, 2025 06:51 PMPM મોદીએ બાગેશ્વર ધામમાં કહ્યું 'આ એકતાનો મહાકુંભ છે'
February 23, 2025 06:26 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech