પોરબંદરની ચોપાટી પાસે આધેડ ઉપર બે યુવાનોએ ઘાતક હુમલો કરતા પોલીસ ફરિયાદ નોંધાઇ છે.
પોરબંદરના ઝુરીબાગ શેરી નં-૭માં રહેતા દિનેશભાઇ નારણભાઇ શેરાજી નામના આધેડે એવા પ્રકારની પોલીસ ફરિયાદ નોંધાવી છે કે તે તા. બીજી સપ્ટેમ્બરે રાત્રે ચોપાટી પાસે જીમ નજીક પોતાનું સ્કૂટર પાર્ક કરીને બેઠા હતા ત્યારે તેમના સ્કૂટર ઉપર બે અજાણ્યા યુવાનો બેઠા હતા. આથી દિનેશભાઇએ તેમને ‘સ્કૂટરની સાઇડ ઘોડી ચડાવેલ છે તમે બેઠા છો એટલે તૂટી જશે, તમે નીચે ઉતરી જાવ’ એમ કહેતા તે બંને શખ્શો ઉશ્કેરાઇ ગયા હતા અને ‘સ્કૂટર તારા બાપનું છે’ તેમ કહેતા ફરિયાદીએ ‘સ્કૂટર મારુ છે’ તેમ જવાબ આપ્યો હતો આથી એ બંને ઇસમોએ ઉશ્કેરાઇને ‘આબથી શું બોલે છે?’ કહીને દિનેશભાઇ સાથે ઝઘડો કરીને ઢીકાપાટુનો માર મારવા લાગ્યા હતા.
એક ઇસમે ખિસ્સામાંથી ચાવી કાઢી તેના વડે દિનેશભાઇને છાતીના ભાગે માર મારવા લાગ્યો હતો.બીજા શખ્શે છરી કાઢી કાન અને ગાલ ઉપર મારી દેતા લોહી નીકળવા લાગ્યા હતા આથી તેમણે પોતાના પુત્ર પવનને ફોન કરીને ચોપાટી ઉપર બોલાવ્યો હતો આથી ફરીયાદીનો પુત્ર પવન તથા સાઢુભાઇનો દીકરો જીગર જુંગી ફરીયાદીને સારવાર માટે હોસ્પિટલે લઇ જતા હતા ત્યારે તેણે માર મારનાર ઇસમ બતાવતા પવને જણાવ્યુ હતુ કે એ યાજ્ઞીક મોદી છે અને બીજો નાશી ગયો તે ભાવિન ચામડીયા છે. માર મારનાર એક ઇસમને પવને કમલાબાગ પોલીસને સોંપી દીધો હતો તથા બીજો નાશી ગયો હતો. ત્યારબાદ ભાવસિંહજી હોસ્પિટલ ખાતે દાખલ થઇને આધેડે એ બન્ને શખ્શો સામે ફરિયાદ નોંધાવી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On ApplicationCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech