બે યુવાનોએ શરુ કર્યું હતું બાકસનું કારખાનું : આજે છે ફટાકડા ઉત્પાદનનું સૌથી મોટું કેન્દ્ર

  • November 09, 2020 03:24 PM 1218 views

બે યુવાનો દ્વારા ૧૯૩૦નાં દાયકામાં બાકસનું કારખાનું શરુ થયા બાદ તમિલનાડુનાં વિરુધનગર જિલ્લાનાં શિવકાશીમાં ફટાકડા અને આતશબાજીનો સામાન બનવા લાગ્યો અને આજે ‘ફટાકડા તો શિવકાશીનાં જ’ એવું ટેગ મળી ગયું છે. શિવકાશી ફટાકડા ઉત્પાદનનું દેશનું સૌથી મોટું કેન્દ્ર બની ચૂક્યું છે. જો કે આ દિવાળીમાં અનેક રાજ્યો દ્વારા ફટાકડા ફોડવા પર પ્રતિબંધ કરવામાં આવ્યો છે અને તેની સૌથી મોટી અસર શિવકાશીનાં ફટાકડા બજાર પર  જોવા મળી રહી છે ત્યારે શિવકાશી અને ફટાકડાનો ઇતિહાસ જાણવો પણ ઘણો રસપ્રદ બનશે.

 

ભારતમાં યુદ્ધમાં દારૂગોળાનો પહેલી વાર ઉપયોગ ૧૪૦૦ સદીની આસપાસ શરુ થયો હતો. દારુગોળાની ખોજ ચીનમાં લગભગ ૧૧મી સદીમાં થઈ હતી. કહેવાય છે કે આતશબાજીનું પહેલું પ્રમાણ ૧૪૪૩ની આસપાસ વિજયનગર સામ્રાજ્યમાંથી મળે છે અને ૧૮મી સદીથી દિવાળી પર આતશબાજી સામાન્ય બની ચુકી હતી.    

 

દેશમાં ફટાકડાનું પહેલું કારખાનું ૧૯મી સદીમાં કોલકાતામાં સ્થાપિત કરવામાં આવ્યું. કહેવાય છે કે ૧૯૨૩ આસપાસ એક બાકસની ફેક્ટરીમાં કામ કરતાં બે યુવાનો અય્યા નાડર અને શણમુગા નાડરે આ તકનીકની તેના હોમટાઉનમાં શરૂઆત કરી. ધીમે ધીમેં આ કારખાનું લોકોમાં પ્રસિદ્ધ થવા લાગ્યું અને વધુમાં વધુ લોકો આ ક્ષેત્રમાં ઝપલાવા લાગ્યા.

 

શિવકાશી ચેન્નઈથી ૫૦૦ કિલોમીટર દૂર આવેલ એક નાનકડું શહેર છે. બીજા વિશ્વયુદ્ધ પછી ફટાકડાનાં સામાનાની આયાત ઉપર રોક લગાવવામાં આવી અને શિવકાશીનાં ફટાકડા ઉદ્યોગે વેગ પકડ્યો. ૧૯૩૯માં જ્યારે થોડા ઘણા જ કારખાનાઓ હતાં ત્યાં લોકો ફટાકડા બનાવવા માટે અવનવા આવિષ્કાર કરતા ગયા અને આજે દેશનું સૌથી મોટું કેન્દ્ર બની ગયું કે છે ફટાકડા ઉત્પાદનું.

 

વર્તમાનમાં શિવકાશીમાં લગભગ ૧૧૦૦ લાઈન્સધારી ફટાકડા કારખાના આવેલા છે. જેમાં લગભગ ૮ લાખથી વધુ કારીગરોને રોજગારી મળી રહે છે. આ ક્ષેત્રમા સૌથી વધુ મહિલાઓ જોવા મળે છે. નાડર ભાઈઓ દ્વારા સ્થાપિત કરેલ કંપની સ્ટેન્ડર્ડફાયર વર્કસ અને શ્રી કાલીશ્વરી ફાયર વર્કસ આજે દેશની મોટી બે ફટાકડા નિર્માતા કંપની છે. જેનું વાર્ષિક ટર્નઓવર લગભગ રૂ. ૫ હજાર કરોડથી વધુ છે.

 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  9978984740  

View News On Application