અકસ્માત માટે કુખ્યાત ગોંડલ રાજકોટ નેશનલ હાઈવે પર ભુણાવા પાસે આવેલ શકિતમાન ફેકટરી પાસે બપોરે રાજકોટથી ઉપલેટા જઈ રહેલ ખાનગી ટ્રાવેલ્સની મીની બસ અને ઇન્ડિયન ગેસના બાટલા ભરેલ ટ્રક વચ્ચે સર્જાયેલા અકસ્માતમાં ખાનગી બસના ડ્રાઇવર– કંડકટર સહિત મુસાફરો ઘાયલ થયા હતા.યારે ધોરાજીમાં મહિલાનું ઘટનાસ્થળે મોત નિપયું હતું. ઘાયલ મુસાફરોને ગોંડલ તથા રાજકોટની હોસ્પિટલોમાં સારવાર માટે ખસેડાયા હતા. ઈજાગ્રસ્તોને ખાનગી બસના ઈમરજન્સી દરવાજો ખોલી બહાર કાઢવામાં આવ્યા હતા.અકસ્માતમાં ઘવાયેલા ઉપલેટાની મહિલાનું પણ ચાલુ સારવાર દરમિયાન રાજકોટ સરકારી હોસ્પિટલમાં મોત થયું હતું.
પ્રા વિગતો મુજબ સતત ટ્રાફિકથી ધમધમતા રહેતા ગોંડલ રાજકોટ નેશનલ હાઈવે પર છેલ્લા છ – આઠ માસથી સિકસલેનનું કામ ચાલી રહ્યું છે.અને ડાયવર્ઝન નાં પરિણામે ટ્રાફિકનું ભારણ પણ વધ્યું છે દરમિયાન રાજકોટ થી મુસાફરોને ભરી ઉપલેટા તરફ જઈ રહેલ જીજે૧૧ટીટી–૯૯૯૭ નંબરની ખાનગી ટ્રાવેલ્સની મીનીબસ તથા ગોંડલ તરફથી રાજકોટ તરફ ઈન્ડિયન ગેસના બાટલા ભરીને જતા ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. અકસ્માતની ઘટનામાં ધોરાજી બસસ્ટેન્ડ પાછળ રહેતા રશ્મીતાબેન મુકેશભાઈ વઘાશીયા ઉ.૪૭ નું ગંભીર ઇજાને કારણે ઘટના સ્થળે મોત નિપયુ હતુ. યારે બસના ડ્રાઇવર રસીદભાઈ અમનભાઈ ખલીફા (ઉંમર વર્ષ ૪૭) રહે ધોરાજી, કંડકટર ભરતભાઈ નટુભાઈ રાવલ (ઉ.વ ૪૦ રહે. ઉપલેટા) તેમજ બસમાં મુસાફરી કરી રહેલા પ્રભાબેન હરિભાઈ માકડીયા (ઉ.વ ૫૫ રહે. રાજકોટ), કિરીટ નવીનચદ્રં પાઠક (ઉ.વ ૬૫ રહે. રામનગર,ગોંડલ), કાશ્મીરા કિરીટભાઇ પાઠક(ઉ.વ ૬૦) વિજયાબેન કિશોરભાઇ વાછાણી(ઉ.વ ૬૦ રહે.ગોકુલનગર, ઉપલેટા) ઘાયલ થતા સારવાર માટે ગોંડલ સરકારી તથા રાજકોટ સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાં.બનાવને લઇ શિવમ સાર્વજનિક ટ્રસ્ટના પ્રમુખ દિનેશભાઈ માધડ તેમજ સાથી સદસ્યો ઘાયલોની સેવાના કામે લાગ્યા હતા. આ ઉપરાંત વધુ ૪ થી ૫ મુસાફરો ઘાયલ થયેલા હોય તેમને ઘટના સ્થળેથી જ રાજકોટ ખસેડાયા હતા. અકસ્માતની આ ઘટનામાં ગંભીર રીતે ઘવાયેલા ઉપલેટાના વિજયાબેન કિશોરભાઇ વાછાણી(ઉ.વ ૬૦) નામના વુધ્ધાનું રાજકોટ સરકારી હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત થયું હતું.
મૃતક રશ્મીતાબેન કિડની પેશન્ટ હોય રાજકોટ હોસ્પિટલમાં ડાયાલીસીસની સારવાર લઇ ધોરાજી પરત ફરી રહ્યા હતા.ત્યાં રસ્તામાં જ તેમને કાળ આંબી ગયો હતો.રશ્મીતાબેન ને સંતાન માં એક પુત્ર તથા એક પુત્રી હોવાનું જાણવાં મળ્યુ હતું.
અકસ્માતની આ ઘટનામાં ઇન્ડિયન ગેસના ટ્રકના ચાલક આંકોટભાઇ હંસરાજભાઇ મકવાણા(ઉ.વ ૪૮રહે. નાના ભાદરા તા. જામકંડોરણા ) તથા ટ્રકમાં રહેતા અન્ય ત્રણ વ્યકિતને પણ ઇજા પહોંચી હતી. બનાવના પગલે હાઇવે પર ટ્રાફિક જામ સર્જાયો હોય તાલુકા પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો ટ્રાફિક જામ હટાવી વાહન વ્યવહાર પૂર્વવત કરવામાં આવ્યો હતો.
અકસ્માતની આ ઘટના અંગે ટ્રક ચાલક આંકોટભાઇ મકવાણાની ફરિયાદ પરથી ગોંડલ તાલુકા પોલીસે ખાનગી બસના ચાલક સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરી હતી
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationરાજકોટ TRP અગ્નિકાંડ બાદ મનપાના વધુ એક અધિકારી ACBના સકંજામાં, 75 લાખની અપ્રમાણસર મિલકતનો ખુલાસો
April 02, 2025 08:49 PMગુજરાતમાં કાળઝાળ ગરમી: સુરેન્દ્રનગર સૌથી ગરમ શહેર, હવામાન વિભાગની હીટવેવની આગાહી
April 02, 2025 08:40 PMડીસા બ્લાસ્ટ કેસ: સરકાર દ્વારા કમિટીની રચના, 15 દિવસમાં રિપોર્ટ સોંપશે
April 02, 2025 07:48 PMઈદ પર એટલા ગોલગપ્પા ખાધા કે 213 બાંગ્લાદેશી હોસ્પિટલમાં દાખલ થયા, 14ની હાલત ગંભીર
April 02, 2025 07:41 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech