આવાસ કૌભાંડમાં બે મહિલા કોર્પેારેટર સસ્પેન્ડ

  • March 14, 2024 03:32 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


રાજકોટ મહાનગરપાલિકાના ઇસ્ટ ઝોન હેઠળના વોર્ડ નં.૬માં સંતકબીર રોડ ઉપર ઘરવિહોણા ગરીબોને ઘરનું ઘર આપવા માટે નિર્માણ કરાયેલી ગોકુલનગર આવાસ યોજનામાં પરિવારજનોના નામે કવાર્ટર્સ મેળવી લેવા માટે કથિત કૌભાંડ આચર્યાનો જેમના ઉપર આક્ષેપ થયો છે તેવા વોર્ડ નં.૫ના ભારતીય જનતા પાર્ટીના કોર્પેારેટર દેવુબેન મનસુખભાઇ જાદવ અને વોર્ડ નં.૫ના ભારતીય જનતા પાર્ટીના કોર્પેારેટર વજીબેન કવાભાઇ ગોલતરને આજે ભાજપમાંથી છ વર્ષ માટે સસ્પેન્ડ કરવાનો આદેશ રાજકોટ શહેર ભાજપ પ્રમુખ દ્રારા કરવામાં આવ્યો હતો.


ઉપરોકત મામલે રાજકોટ શહેર ભાજપ પ્રમુખ દ્રારા બે દિવસ પૂર્વે બન્ને કોર્પેારેટરને શો–કોઝ નોટિસ ફટકારીને ૪૮ કલાકમાં આ મામલે ખુલાસો રજૂ કરવા તાકીદ કરવામાં આવી હતી પરંતુ બન્ને કોર્પેારેટર તરફથી કરાયેલો ખુલાસો સંતોષકારક ન જણાતા આજે પ્રદેશમાંથી માર્ગદર્શન મેળવ્યા બાદ શહેર ભાજપ પ્રમુખ બપોરે મહાપાલિકા કચેરી ખાતે આવી પહોંચ્યા હતા અને બંને કોર્પેારેટરને સસ્પેન્ડ કરવાના નિર્ણયની મ્યુનિ.પદાધિકારીઓની ઉપસ્થિતિમાં જાહેરાત કરી હતી.


ભાજપના બન્ને મહિલા કોર્પેારેટરોના પતિદેવોએ કથિત કૌભાંડ આચર્યાના આક્ષેપો થતા ભારતીય જનતા પાર્ટીની પ્રતિાને નુકસાન થઇ રહ્યાનું જણાતા ત્વરિત નિર્ણય લઇને દેવુબેન જાદવ પાસે પક્ષના આદેશથી રાજીનામું લખાવી લઇને તેમની પાસેથી લિગલ કમિટીનું ચેરપર્સન પદ છીનવી લેવામાં આવ્યું હતું તેમજ યાં સુધી આ કથિત કૌભાંડની તપાસ પૂર્ણ ન થાય ત્યાં સુધી આ બન્ને કોર્પેારેટર દેવુબેન જાદવ અને વજીબેન ગોલતરને રાજકોટ મહાનગરપાલિકા કચેરીમાં પ્રવેશવા ઉપર તથા પક્ષના અને સરકારી કાર્યક્રમોમાં આવવા ઉપર તેમજ પક્ષના પ્રવાસ કાર્યક્રમોમાં જોડાવા ઉપર શહેર પ્રમુખ દ્રારા પ્રતિબધં મુકવામાં આવ્યો હતો.શોકોઝ નોટીસનો ખુલાસો કરવાની ૪૮ કલાક પૂર્ણ થતા આજે બંને કોર્પેારેટરને તેમજ તેમના પતિદેવોને બ બોલાવવામાં આવ્યા હતા પરંતુ તેમણે કરેલો ખુલાસો સંતોષકારક નહીં જણાતા બંનેને પક્ષમાંથી છ વર્ષ માટે સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા.જો કે આ બંને કોર્પેારેટરને ડિસ્કોલીફાઈડ કરાશે તેવી ચર્ચા હતી પરંતુ ચૂંટણી નજીકમાં હોય આ પ્રકારના નિર્ણય લેવામાં આવ્યો નથી પરંતુ ચૂંટણી બાદ હજુ વધુ શિક્ષાત્મક પગલાં આવી શકે છે.

અમને નિયમની ખબર ન હતી તેવો ખુલાસો માન્ય ન રખાયો: મુકેશ દોશી
કોઈ પાસે એક મકાન હોય તો બીજા મકાન માટે અરજી ન કરી શકે તેવા નિયમની અમને ખબર ન હતી અને તેથી અમે ફોર્મ ભયુ છે તેવો ખુલાસો મહિલા કોર્પેારેટરોએ કર્યેા હતો પરંતુ તે માન્ય રાખવામાં આવ્યો નથી તેવી વાત રાજકોટ શહેર ભાજપ પ્રમુખ મુકેશભાઈ દોશીએ કરી છે. રાજકોટ શહેર ભાજપ પ્રમુખ મુકેશભાઈ દોશીએ આજકાલ સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે આવાસ યોજના કૌભાંડ સંદર્ભે કોર્પેારેટરો દેવુબેન જાદવ અને વજીબેન ગોલતરને છ વર્ષ માટે પક્ષના પ્રાથમિક સભ્ય પદેથી દૂર કરવામાં આવ્યા છે. મુકેશભાઈ દોશી એ વધુમાં જણાવ્યું હતું કે કમિટીના ચેરમેન પદેથી દૂર કર્યા બાદ વધુ પગલાં લેવા માટે પ્રદેશ ભાજપનું માર્ગદર્શન માગવામાં આવ્યું હતું અને ત્યાંથી મળેલી સૂચના ના આધારે બંને મહિલા કોર્પેારેટરોને છ વર્ષ માટે ભાજપના પ્રાથમિક સભ્ય પદેથી દૂર કરવામાં આવ્યા છે. ભાજપ શિસ્તબદ્ધ પાર્ટી તરીકે જાણીતી છે અને પક્ષમાં શિસ્ત અને અનુશાસનનું સૌ કોઈએ પાલન ફરજિયાત રીતે કરવું જ પડશે. અમે આ બંને મહિલા કોર્પેારેટરોને ૪૮ કલાકમાં ખુલાસો કરવા અને કમિટી સમક્ષ પોતાનો પક્ષ રજુ કરવા જણાવ્યું હતું. આમ તેમને બચાવ માટે પૂરતી તક આપવામાં આવી હતી.

કૌભાંડી કોર્પેારેટરના પતિ સામે લેન્ડ ગ્રેબિંગ મામલે તપાસ
રાજકોટ મહાનગરપાલિકાના ભાજપના કોર્પેારેટર વજીબેન ગોલતરના પતિ કવાભાઈ ગોલતરે સરકારી જમીન ઉપર દબાણ કરી ઓરડીઓ ભાડે આપી હોય તે મામલે તેમની સામે લેન્ડગ્રેબિંગ હેઠળ કાર્યવાહી કરવા વિપક્ષ કોંગ્રેસ દ્રારા માંગણી કરાતા મ્યુનિસિપલ કમિશનર આનદં પટેલ દ્રારા આ મામલે તપાસનો આદેશ કરવામાં આવ્યો છે અને ટાઉન પ્લાનિંગ બ્રાન્ચની તપાસ કમિટી રચીને ટૂંક સમયમાં રિપોર્ટ આપવા તાકીદ કરાય છે.

વિશેષમાં મ્યુનિસિપલ કમિશનરને સંબોધીને રાજકોટ શહેર કોંગ્રેસ પ્રમુખ અતુલભાઈ રાજાણી સહિતના હોદ્દેદારોએ પાઠવેલા આવેદનપત્રમાં વિપક્ષ કોંગ્રેસએ જણાવ્યું છે કે ભૂમાફિયા કવા ગોલતર સામે લેન્ડ ગ્રેબીંગ એકટ મુજબ કાર્યવાહી કરી તેમના પત્નિને કોર્પેારેટર પદે ગેરલાયક ઠેરવવા બાબત રજુઆત છે, આ મામલે તેમણે સંદર્ભમાં (૧) ખુલ્લી જમીનોમાં ૩૫૦ ઓરડીઓ બનાવી ૧૦૦ ઓરડીઓ વેંચી નાખી તે અન્વયે તેમજ (૨) રોજ–બરોજ પાણી ચોરી, આવાસ કૌભાંડમાં કથિત સંડોવણીના અનુસંધાન જેવી બાબતોને જણાવી છે. આવેદનપત્રમાં કોંગ્રેસએ ઉમેયુ છે કે ઉપરોકત વિષયે જણાવવાનું કે, રાજકોટ શહેરના પ્રધુમન પાર્ક પાસે વોર્ડ ન.ં ૫ માં સરકારી જમીનમાં ૩૫૦ ઓરડી, હોલ ચણી લેનાર કવા ગોલતરની એન્ટી ગ્રેબીંગ એકટ મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરવા અમારી માંગ છે. અમારી જાણ મુજબ તેમના પત્નિ વજીબેન કોર્પેારેટર પદે છે અને શાસક પક્ષના આદેશથી સતાધીશોની સીધી દોરવણી હેઠળ તળાવ કાંઠે જયાં ખુલ્લી જમીન હતી તે ખુલ્લી સરકારી જમીનમાં ૨૦૨૪ માં ૧૦૦ ઓરડી ા. ૨ થી ૪ લાખમાં વેંચી મારી છે. બાકીની ઓરડીમાં ૨ થી ૩ હજારનું ભાડુ વસુલે છે ત્યારે આ વિસ્તારમાં અસામાજીક પ્રવૃતિઓ અડ્ડા જામ્યા છે જો સરકારી જમીનોમાં ૩૫૦ ઓરડીઓ ખડકી દીધી હોય અને મહિને તોતીંગ ભાડુ વસુલતો હોવાનું જાણમાં આવેલ છે. આ તમામ ઓરડીમાં રહેનારા પરપ્રાંતિઓની પોલીસ સ્ટેશન હેઠળ કોઈ નોંધ ન કરાવી હોવાનું રેકર્ડ પર ફલીત થાય છે. પોલીસ કમિશ્નરના જાહેરનામાનું સરાજાહેર ઉલ્લંઘન થયું છે. ત્યારે સ્થળ તપાસ કરી આ ઝુપડપટ્ટીમાં રહેતા આસામીઓના નિવેદનો નોંધી કૌભાંડ થયું હોય તો નિયમાનુસાર કાયદેસરની કાર્યવાહી હાથ ધરી વિષય દર્શીત કડક પગલા ભરવા અમારી માંગ છે.


સીએએમાં નાગરિકતા લેવાની કોઈ જોગવાઈ નથી: ગૃહમંત્રી

ગૃહમંત્રી અમિત શાહે કહ્યું, 'આ દેશમાં લઘુમતીઓ અથવા અન્ય કોઈને સીએએ થી ડરવાની જર નથી કારણ કે સીએએ માં કોઈની નાગરિકતા છીનવી લેવાની કોઈ જોગવાઈ નથી. સીએએ એ હિન્દુ, શીખ, જૈન, બૌદ્ધ, િસ્તી અને પારસી શરણાર્થીઓને નાગરિકતા આપવાનો કાયદો છે જેઓ ફકત ત્રણ દેશો, અફઘાનિસ્તાન, પાકિસ્તાન અને બાંગ્લાદેશથી આવ્યા છે.' સીએએ ને 'મુસ્લિમ વિરોધી' કાયદો ગણાવતા આંતરરાષ્ટ્ર્રીય મીડિયા પર, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું કે તમે આ કાયદાને આ રીતે ન જોઈ શકો. ૧૯૪૭માં ધર્મના આધારે વિભાજન થયું હતું. ત્યારે કોંગ્રેસના નેતાઓએ કહ્યું હતું કે અત્યારે હિંસા ચાલી રહી છે, તમે યાં છો ત્યાં જ રહો, પછીથી યારે પણ તમે ભારત આવો ત્યારે તમાં સ્વાગત છે, પરંતુ તુષ્ટ્રિકરણની રાજનીતિને કારણે કોંગ્રેસે કયારેય પોતાનું વચન પૂં કયુ નથી


પાકિસ્તાનમાં હિંદુઓનું ધમાતરણ થયું
તેમણે કહ્યું, 'હત્પં માનું છું કે જેઓ અખડં ભારતનો ભાગ હતા અને જેમણે ધાર્મિક અત્યાચારનો સામનો કર્યેા હતો તેમને આશ્રય આપવાની અમારી નૈતિક અને બંધારણીય જવાબદારી છે. યારે વિભાજન થયું ત્યારે પાકિસ્તાનમાં ૨૩% શીખ અને હિન્દુ હતા, આજે ૩.૭% બચ્યા છે, તેઓ અહીં આવ્યા નથી. તેમને ધમાતરિત કરવામાં આવ્યા, અપમાનિત કરવામાં આવ્યા, આ લોકો કયાં જશે? જો હત્પં બાંગ્લાદેશની વાત કં તો ૧૯૫૧માં ત્યાં હિંદુ વસ્તી ૨૨% હતી, પરંતુ હવે આંકડા મુજબ ૨૦૧૧માં હિંદુ વસ્તી ઘટીને ૧૦% થઈ ગઈ છે, તે લોકો કયાં ગયા? શું દેશની સંસદ આ અંગે વિચાર નહીં કરે?




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application