જામનગર જિલ્લાની મોટરીંગ પબ્લીકના વાહન માલિકો માટે ટુ વ્હીલર તથા ફોર વ્હીલર પ્રકારના વાહનો માટેની તમામ જૂની સીરીઝમાં બાકી રહેલા સિલ્વર-ગોલ્ડન નંબર માટે ઈ-ઓકશન ની પ્રક્રિયા હાથ ધરવામાં આવનાર છે. જેમાં ઓનલાઈન અરજીનો સમયગાળો ૨૨/૧૨/૨૦૨૫ થી ૨૪/૧૨/૨૦૨૫ બપોરે ૪.૦૦ કલાક સુધી, ઇ-ઓકશન નો બિડિંગ કરવાનો સમયગાળો ૨૪/૧૨/૨૦૨૫ થી ૨૬/૧૨/૨૦૨૫ બપોરે ૪.૦૦ કલાક સુધી તથા ઇ-ઓકશન નું પરિણામ ૨૬/૧૨/૨૦૨૫ બપોરે ૪.૦૦ કલાકે જાહેર થશે. જેની શરતો અને પ્રક્રિયા આ મુજબ છે.
વાહન માલિકો સો પ્રથમ વેબસાઇટ પર જઇને રજીસ્ટ્રેશન કરાવ્યા બાદ યુઝર આઈડી અને પાસવર્ડ મેળવવાનું રેહશે. ત્યારબાદ સદર વેબ સાઇડ પર લોગીન કરીને વાહન ખરીદીના દિવસ-૭ ની અંદર ઓનલાઈન ફોર્મ ભરવાનું રેહશે. વાહન માલિકે ગોલ્ડન અને સિલ્વર અને અન્ય પસંદગીના નંબર પરથી કોઈ એક નંબર પસંદ કરીને ઓનલાઈન પેમેન્ટ પ્રકિયા પૂણ કરીને ઓનલાઈન રસીદ મેળવી લેવાની રેહશે.
વાહન માલિક પોતાની બીડ ઉપરોક્ત દર્શાવેલ સમય ગાળા દરમિયાન ૧૦૦૦ના ગૂણાકમાં વધારી શકશે. ઈ-ઓકશનના અંતે નિષ્ફળ થયેલ અરજદારો એ રિફંડ માટે પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારીની કચેરી જામનગર નો સંપર્ક કરવાનો રેહશે. પસંદગીનાં લાગેલ નંબરવાળા અરજદારોએ બાકી રકમનું ચુકવણું ઓનલાઈન દિવસ-૫ (પાંચ)માં કરવાનું રહેશે. જેમાં નિષ્ફળ ગયે પસંદગીનાં નંબરની ફીનું રિફંડ મળશે નહિ. જેની નોંધ લેવા પ્રાદેશિક વાહનવ્યવહાર અધિકારી જામનગરની યાદીમાં જણાવવામાં આવ્યું છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Application