રાજકોટ શહેર પોલીસ કમિશનર દ્વારા શહેરમાં અલગ અલગ ગુનાઓમાં તેમજ જેલમાંથી પેરોલ જમ્પ કરી ભાગતા ફરતા આરોપીઓને ઝડપી લેવા કરેલા આદેશના પગલે રાજકોટ શહેર પેરોલ ફર્લો સ્કોવ્ડની ટીમે રાજકોટના નાણાવટી ચોક નજીક આવાસ યોજનામાં રહેતા યુવકની મહારાષ્ટ્રના અમરાવતીમાં થયેલ હત્યાના ગુનામાં વોન્ટેડ બે આરોપીઓને ઝડપી મહારાષ્ટ્ર પોલીસને સોપયા હતા.
પોલીસ સૂત્રોમાંથી મળતી વિગતો મુજબ રાજકોટ શહેર ડીસીપી ક્રાઈમ જગદીશ બાંગરવાની સૂચનાથી પીઆઇ બી એમ ઝણકાટના માર્ગદર્શન હેઠળ પી.એસ.આઇ જે જી તેરૈયા અને ટીમે ટેકનિકલ સોર્સની મદદથી પેરોલ ફર્લો સ્ક્વોડે મહારાષ્ટ્રના અમરાવતી ગ્રામ્ય પોલીસ મથકની ટીમને સાથે રાખી રાજકોટ નાણાવટી ચોક આવાસ યોજના ક્વાર્ટર્સમાં રહેતા મૃતક વિમલ ઉર્ફે ભાયા સતિષભાઈ અગ્રાવત વાળાની હત્યાના ગુનામાં ભાગતા ફરતા બે આરોપીને ઝડપી લીધા હતા.
ઝડપાયેલા આરોપી માહિર મજીદ ભાઈ સોલંકી ઉમર 22 રહે ઉસીની ચોક જંગલેશ્વર અને રાજવાહિદભાઈ ચૌહાણ ઉમર 22 રહે નાણાવટી ચોક આવાસ યોજના ક્વાર્ટર્સ વાળા ને ઝડપી મહારાષ્ટ્ર ની અમરાવતી પોલીસને સોંપવાની કાર્યવાહી હાથ ધરી હતી
આ અંગેની કામગીરીમાં પીઆઇ બી એમ ઝણકાટ, પીએસઆઇ જે જી તેરૈયા, એએસઆઈ ધર્મેન્દ્રસિંહ ઝાલા, ઝહીરભાઈ ખફીફ, કુલદીપસિંહ જાડેજા, રોહિત કછોટ, સિરાજ ચાનીયા, અંકિત નિમાવત,અમીનભાઈ ભલુર, શાંતુબેન મૂળિયા, ડ્રાઇવર દોલતસિંહ રાઠોડ સહિતની ટીમ જોડાઈ હતી.
હત્યાના ગુનામાં 10 વર્ષથી પેરોલ જમ્પ કરનાર વોન્ટેડ કેદી પકડાયો
જુનાગઢ જિલ્લાના સીલ પોલીસ મથકના હત્યાના ગુનામાં સંડોવાયેલો અને રાજકોટ જેલમાંથી પેરોલ જમ્પ કરી દસ વર્ષથી ભાગતા ફરતા આરોપી વધશીભાઈ મૂળુભાઈ વડોદરા ઉમર 46 રહે મિતિ ગામ તાલુકો માંગરોળ વાળાને રાજકોટ પેરોલ ફર્લો સ્ક્વોડની ટીમે ટેકનિકલ સોર્સ ની મદદથી ઝડપી જેલ હવાલે કરવા કાર્યવાહી હાથ ધરી હતી.