સૌરાષ્ટ્રની પ8 વ્યક્તિમાંથી જામનગરની 6 બહેનો સિલેકટ થઇ
ભારતીય શિક્ષણ મંડળ યુવા આયામ દ્વારા વિઝન ફોર વિકસીત ભારત 2024 નામની અખિલ ભારતીય રિસર્ચ પેપર રાઇટીંગ કોમ્પિટિશન, એસી.જિ.ટી યુનિવર્સિટી ગુરુગ્રામ ખાતે યોજાઈ હતી. સમગ્ર સૌરાષ્ટ્ર ભરમાંથી 58 વ્યક્તિ ની પસંદગી કરવામાં આવેલ. આ કાર્યક્રમ એસજીટી યુનિવર્સિટી ગુરુગ્રામ ખાતે 15, 16, 17 નવેમ્બરના યોજાયો હતો.
આ કાર્યક્રમમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના પરમ પૂજ્ય સંઘ ચાલકજી મોહનજી ભાગવત, ઇસરોના ચેરમેન એસ સોમનાથ, નોબલ પારિતોષિક વિજેતા કૈલાશ સત્યારથી, નેવીના એડમિરલ દિનેશ ત્રિપાઠી જીત, મનમોહનજી વૈદ્ય એવા અનેક ગણ માન્ય વ્યક્તિઓએ હાજરી આપી અને આ બધા જ રિસર્ચ સ્કોલર્સ પ્રોત્સાહિત કયર્.િ ત્રણ દિવસ ચાલેલા કાર્યક્રમમાં આપણી લોહાણા ક્ધયા છાત્રાલય જામનગર માંથી છ બહેનો સિલેક્ટ થઈ હતી.
એ પૈકી બે બહેનો કુમારી સિયા પાબારી અને કુમારી રિદ્ધિ પારેલિયાસૌરાષ્ટ્ર પ્રાંત તરફથી પ્રતિનિધિત્વ કરી આ સંસ્થા અને સમગ્ર લોહાણા સમાજનું ગૌરવ વધાર્યું છે ત્યાં એના યોગદાન બદલ શિલ્ડ અને પ્રમાણપત્રથી સન્માનિત કરવામાં આવ્યા હતા, સમગ્ર કાર્યક્રમમાં લોહાણા ક્ધયા છાત્રાલય ના હેડ ગૃહમાતા ભાવનાબેન પોપટ એ ખૂબ જ સુંદર ભૂમિકા ભજવી અને માર્ગદર્શન આપ્યું ,સાથે સાથે ટ્રસ્ટીમંડળ નો પણ સહકાર રહ્યો.
આ કાર્યક્રમમાં સૌરાષ્ટ્ર શિક્ષણ મંડળના પ્રાંત અધિકારી જયેશભાઈ તન્નાનું પણ ખૂબ સારું યોગદાન રહ્યું અને આપણા સૌના માટે ગૌરવની વાત છે. 1200 જેટલા રિસર્ચ સ્કોલર્સ ઉપસ્થિત રહ્યા હતા. ભારતના જુદા જુદા પ્રાંતોમાંથી આ પ્રતિસ્પર્ધીઓએ ત્રણ દિવસ કાર્યક્રમનો ખુબ આનંદ માણ્યો સાથે સાથે ડીઆરડીઓ બ્રહ્મહાઉસ, ઈસરો જેવી સંસ્થાઓની એક જબરજસ્ત પ્રદર્શનનું પણ આયોજન થયું હતું.
બધા જ રિસર્ચ કાર્યક્રમનો ખુબ આનંદ માણ્યો અને બધા કંઈક નવું મેળવીને કૃત કૃત્ય થયા કાર્યક્રમમાં અનેકગણ માનીય વ્યક્તિઓએ હાજરી આપી એમાં બાબા રામદેવજી ,એઆઈસીટીના ચેરમેન, ભારતીય શિક્ષણ મંડળના અખિલ ભારતીય અધિકારીઓ, ઇન્દ્રેશકુમાર જી.ભારતીય શિક્ષણ મંડળના કાર્યકારી અધ્યક્ષ અને મુંબઈ યુનિવર્સિટીના પૂર્વ ચાન્સલર સુહાસ પેદનેકર જી, જ્ઞાના નંદ જેવા અનેક નામાંકિત વ્યક્તિઓએ આ કાર્યક્રમને દિપાવ્યો અને શોધાર્થી ઓ ને પ્રેરણા,પ્રોત્સાહન આપ્યું અને એનું પથ દર્શન કર્યું.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationદિલ્હીથી મેરઠની યાત્રા માત્ર 40 મિનિટમાં થશે પૂર્ણ, PMએ નવા કોરિડોરનું કર્યું ઉદ્ઘાટન
January 05, 2025 01:11 PMઅસદુદ્દીન ઓવૈસીની મોદી સરકારને સલાહ, કહ્યું- 'દરગાહ પર ચાદર મોકલવાનો કોઈ ફાયદો નથી...'
January 05, 2025 11:24 AMશ્વાસ સંબંધી લક્ષણોનું ક્લોઝ મોનિટરિંગ... ચીનમાં ફેલાતા HMPV વાયરસ પર ભારતમાં એડવાઈઝરી જારી
January 05, 2025 10:11 AMગુજરાતમાં 'મિશન મધમાખી'એ ખેડૂતોના જીવનમાં ઉમેરી મીઠાશ
January 04, 2025 09:07 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech