આમ્રપાલી સિનેમા પાસે સદગુરુ તીર્થધામમાં રહેતા પ્રિયાંશુભાઈ જયેશકુમાર શાહ (ઉ.વ 37) દ્વારા યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં નોંધાવવામાં આવેલી ફરિયાદમાં આરોપી તરીકે આલાપ ગ્રીન સિટી સોસાયટીના પ્રમુખ દીપક પટેલ અને કોન્ટ્રાક્ટર હસમુખ લાઠીયાના નામ આપ્યા છે.
ફરિયાદમાં જણાવ્યું હતું કે, તેમને રૈયા રોડ પર તુલસી સુપર માર્કેટ સામે શ્રીહરિ એમ્પાયરમાં દુકાન નંબર 501 માં વર્ધમાન સેલ્સ નામની દુકાન આવેલી છે. જેમાં તેઓ ઇલેક્ટ્રોનિક સામાનનો શોરૂમ ચલાવે છે.ગઇકાલે બપોરના અહીં દુકાને હતા ત્યારે અઢી વાગ્યા આસપાસ ઉપરના માળેથી જોતા આલાપ ગ્રીન સિટીની બાજુમાં ખુલ્લો પડતર પ્લોટ હોય ત્યાં મોટું સુકુ ઘાસ પડેલું હતું જે ઘાસની સાફ-સફાઈ કરવામાં આવી રહી હતી અને ઘાસ સળગાવ્યું હતું. દરમિયાન થોડીવારમાં જ આ આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લેતા આજનો તણખલો ફરિયાદીની દુકાનની બારીના ફ્લેક્સ બેનર પર અડી જતા બેનર સળગી ગયું હતું તેમજ ઓફિસની બારીના કાચ પણ તૂટી ગયા હતા અને જેના લીધે ઓફિસમાં રહેલ એસીના ઘણા પાર્ટસ અને તેના બોક્સ સળગી ગયા હતા. દરમિયાન અહીં કર્મચારીઓએ ફાયર સેફ્ટીના સાધનોથી આગ બુજાવવાનો પ્રયત્ન કર્યો હતો. પરંતુ આ કાબુમાં આવી ન હતી અને દુકાનમાં એસી, કોમ્પ્યુટર ડિસ્પ્લે, ફર્નિચર, પંખો સહિતનો સામાન સળગી ગયો હતો.
ફાયર બ્રિગેડની ટીમ આવી જતા તેણે આગ અટકાવી હતી. આ સિવાય આજ કોમ્પલેક્ષમાં છઠ્ઠા માટે આવેલ વિશાલ કાનજીભાઈ ટાટમિયાની ઓફિસમાં પણ આગ ફેલાતા અહીં બાલ્કનીના કાચ તૂટી ગયા હતા જે કાચ એન્જિનિયર ભાવેશભાઈને પગમાં લાગતા ઈજા પહોંચી હતી તેમજ સોલર પેનલમાં પણ આગ લાગતા નુકસાન થયું હતું.આમ, આરોપીઓ આલાપ ગ્રીન સિટીના સોસાયટીના પ્રમુખ દીપક પટેલ અને કોન્ટ્રાક્ટર હસમુખ લાઠીયાએ બેદરકારીપૂર્વક પડતર પ્લોટમાં પડેલ ઘાસનો જથ્થો સળગાવતા બે દુકાનમાં આગ પ્રસરી હોય અને રૂપિયા 10 લાખનું નુકસાન થયું હોય જે અંગે પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવતા યુનિવર્સિટી પોલીસે ગુનો નોંધી જરૂરી કાર્યવાહી કરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationમ્યુનિ. આવાસો ભાડે આપનારનું આવી બનશે: નવી નીતિ ઘડાઇ
March 06, 2025 03:30 PMએક જ દિવસમાં ૨૨ પાર્સલ ચોરી એકની ડિલિવરી કરી રોકડી પણ કરી લીધી’તી
March 06, 2025 03:28 PMસુપ્રીમની યુપી સરકારને ફટકાર, કહ્યું હવે તમે જ ઘર બનાવી આપો
March 06, 2025 03:26 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech