કાંટેલા નજીક વન વિભાગ હસ્તકની જગ્યામાંથી રેતીચોરી કરનારા બે ઝડપાયા

  • November 25, 2024 03:16 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


કાંટેલા નજીક અનામત જંગલમાંથી રેતી ચોરી કરીને જઈ રહેલા બે ઈસમોને વન વિભાગે પકડી પાડ્યા હતા.
પોરબંદર વન વિભાગના નાયબ વન સંરક્ષક  લોકેશ ભારદ્રાજ તથા એ.સી.એફ.  રાજલબેન પાઠકના સીધા માર્ગદર્શન હેઠળ તા. ૨૩.૧૧.૨૦૨૪ ના રોજ પોરબંદર વન વિભાગનો સ્ટાફ સંયુકત પેટ્રોલીગમાં હતા.તે દરમ્યાન રાણાવાવ રેન્જની વિસાવાડા રાઉન્ડની કાંટેલા બીટના સર્વે નં ૩૨૭ વાળા અનામત જંગલ ભાગમાંથી દરીયાઈ રેતીના પ્લાસ્ટીકના બાચકા ભરી લઇ જવા બાબતેનો ગુન્હો શોધી કાઢવામાં આવેલ હતો. અને ભારતીય વન અધિનિયમ ૧૯૨૭ ની કલમની જોગવાઇ મુજબ વિસાવાડા રાઉન્ડના રા.ગુન્હો નોધી અને આ ગુન્હા અન્વયે આ ગુન્હો કરનાર ભરત ‚ડા મોરી તથા અરજન ‚ડા મોરી રે. કાંટેલા વાળા પાસેથી રકમ ‚. ૧૦,૦૦૦ પેટે દંડ વસુલવા ધોરણસરની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application