પ્રદર્શન ગ્રાઉન્ડમાંથી એકી-બેકી રમતા બે રીક્ષાવાળા પકડાયા

  • June 06, 2023 10:55 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

લાલપુરમાં બે વર્લીબાઝની અટક : રોકડ અને કાપલી કબ્જે

જામનગરના પ્રદર્શન ગ્રાઉન્ડ પાસે ચલણી નોટના નંબર પર એકી-બેકીનો જુગાર રમતા બે રીક્ષાચાલક ઝપટમાં આવ્યા હતા, જયારે લાલપુરમાં બે વર્લીબાઝને પકડી લેવાયા હતા.
જામનગરના તારમામદ સોસાયટીમાં રહેતા હબીબ મોહંમદ સમા અને શંકરટેકરી સુભાષપાર્ક શેરી નં. ૨માં રહેતા રવજી નારણ વાઘોણા બંનેને પ્રદર્શન ગ્રાઉન્ડ પાસે ચલણી નોટના નંબર પર એકી બેકીનો જુગાર રમતા રોકડા ૧૦૫૦ સાથે પકડી લીધા હતા.
જયારે લાલપુરના ધરારનગરમાં રહેતા જયસુખ પાલા ખરા નામના શખ્સને ધાર વિસ્તારમાં જાહેરમાં વર્લી મટકાનો જુગાર રમતા એક કાપલી અને ૧૬૦ની રોકડ સાથે લાલપુર પોલીસે પકડી લીધો હતો, ઉપરાંત લાલપુરના સામાકાંઠે રહેતા સંજય સોમા વિસોદીયાને એસટી સ્ટેન્ડ પાસે જાહેરમાં વર્લી મટકાના આંકડાનો જુગાર રમતા રોકડા ૪૧૦ અને ચિઠ્ઠી સાથે દબોચી લીધો હતો.
**
રામદુતનગરમાં કાતા સાથે એકની અટક
મુળ બિહારના ઓરંગાબાદના વતની હાલ જોગવડના રામદુતનગરમાં રહેતા એકરામનીયા હેદરમીયા અનસારી (ઉ.વ.૪૦)ને બે દિવસ પહેલા રામદુતનગર વિસ્તારમાથી લોખંડના કાતા સાથે અટકાયત કરવામાં આવી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application