BREAKING NEWS

પટ્ટા ન ઉતરાવી દઉં તો કહેજો: શાપર પોલીસ સ્ટેશનમાં યુવતીની ધમાલ, બે પોલીસકર્મીને ઇજા

  • June 11, 2026 12:26 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


શાપર વેરાવળ પોલીસ મથકમાં યુવતીએ મારા મિત્રને પોલીસ સ્ટેશનમાં કેમ બેસાડ્યો છે? તેમ કહી ભારે ધમાલ મચાવી હતી. ઝપાઝપી અને ધક્કામુક્કીમાં બે મહિલા પોલીસ કર્મીને ઇજા પહોંચી હતી. આ અંગે યુવતી સામે ફરજમાં રૂકાવટ સહિતની કલમ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરી હતી.


શાપર વેરાવળ પોલીસ મથકમાં ફરજ બજાવતા મહિલા કોન્સ્ટેબલ પુજાબેન અનિલભાઈ રાઠોડે નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે કીર્તિ દિનેશભાઇ રાઠોડ(રહે. શાપર) નું નામ આપ્યું છે. ફરિયાદમાં જણાવ્યું હતું કે, ગત તા. ૧૦/૦૬/૨૦૨૬ના સવારે નવ વાગ્યાંથી તે પોલીસ મથકે પીએસઓમાં કોમ્પ્યુટર ઓપરેટર તરીકે ફરજમાં હાજર હતાં. તેમની સાથે પી.એસ.ઓ. તરીકે હેતલબેન ગોરધનભાઇ મીઠાપરા હતા. દરમિયાન બપોરના દોઢ વાગ્યાની આસપાસ એક મહીલા પોલીસ સ્ટેશના ગ્રાઉન્ડમાંથી જોરજોરથી ઉંચા અવાજે બોલતી બોલતી પી.એસ. ઓ. ટેબલ પાસે આવી કહેવા લાગેલ કે, મારા મિત્ર અનીલ પરમારને કેમ પોલીસ સ્ટેશનમાં બેસાડેલ છે? જેથી જણાવેલ કે, તમારા મિત્ર વિરૂધ્ધ મયુરભાઇ દિનેશભાઇ રાઠોડએ અરજી કરેલ છે, જેથી પોલીસ સ્ટેશનમાં બેસાડેલ છે. બાદ મહિલાનું નામ પૂછતાં તેણે પોતાની ઓળખ કિર્તીબેન દિનેશભાઈ રાઠોડ તરીકે આપી હતી.


ત્યારે બાદ યુવતી જોર જોરથી બોલવા લાગતા તેને શાંતિથી પોતાની રજુઆત હોય તે જણાવવાનું કહ્યું હતું. તેણીને સમજાવવાની કોશીષ કરતા હતા તે દરમિયાન પી.એસ.ઓ. ફરજમાં રહેલ હેડ કોન્સ. હેતલબેન મીઠાપરા, હેડ કોન્સ. સમજુબેન ગમારા, કોન્સ. કિંજલબેન માટીયાએ પણ કીર્તિ રાઠોડને સમજાવવાનો પ્રયત્ન કર્યો હતો. તેમ છતાં તેણીએ તમામ પોલીસ કર્મચારીઓ સાથે જીભાજોડી કરી કહેવા લાગેલ કે, તમે મને ઓળખતા નથી, હું કિર્તીબેન રાઠોડ છુ, મારા માણસોને ભેગા કરીને તમારા વિરૂધ્ધ ખોટી રજુઆતો કરીને તમારા બધાના પટ્ટા ઉતારાવી નાખીશ. જેથી તેને કહ્યું હતું કે, અમે અમારી કાયદેસરની ફરજ બજાવી રહેલ છીએ, તમારી જે રજુઆત હોય તે અમને જણાવો, તમે પોલીસ સ્ટેશની અંદર ધમાલ કરીને અમારી કાયદેસરની ફરજમાં અવરોધ ઉભો કરી રહ્યો છો. વારંવાર સમજાવવાનો પ્રયત્ન કરવા છતા કિર્તીબેન વધુ જોર જોરથી એલફેલ બોલવા લાગતા પોલીસ સ્ટેશને હાજર રહેલ કોન્સ. ભોજાભાઈ ત્રમટા, રાજદિપસિંહ જાડેજા જી.આર.ડી. જવાન રાજદિપસિંહ પઢીયાર પણ આવી ગયેલ હતા અને યુવતીનો સમજાવવાનો પ્રયાસ કર્યો હતો. બાદમાં તેણીએ ઉશ્કેરાઈ જઇ હાથાપાઇ કરી હતી.જેમાં બે મહિલા પોલીસ કર્મીને ઇજા પહોંચી હતી. તેણીએ વધુમાં ધમકી આપી હતી કે, હું દવા પીને મરી જઈશ, તમારા બધાના ખોટા નામ ફીટ કરી દઈશ, તમે મને હજી ઓળખતા નથી, હું મારા સમાજને ભેગો કરીને તમારા વિરૂધ્ધ રેલી કાઢીશ તેમ કહી ગર્ભિત ધમકી આપી હતી. મહિલા કોન્સ્ટેબલની ફરિયાદ પરથી યુવતી સામે પોલીસે ફરજમાં રૂકાવટ સહિતની કલમ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application