ધ્રોલના લતીપુર રોડ પર કાર પુલ સાથે અથડાતા બે વ્યક્તિના મોત

  • May 04, 2021 09:46 PM 

ચાલકે કાબૂ ગુમાવતા બનેલો બનાવ, શોકની લાગણી, પોલીસ દ્વારા કરાતી તપાસ

ધ્રોલ ટંકારા હાઈવે પર લતીપર ગામથી આગળના રોડ પર ગઈકાલે ફોર વીલ ગાડીના ચાલકે બેફિકરાઈ અને ગફલતથી ચલાવીને પુલમાં અથડાતા અકસ્માતમાં ચાલક સહિત બે વ્યક્તિના મૃત્યુ નિપજતા શોકનું મોજું ફરી વળ્યું હતું, આ બનાવની જાણ થતાં ધ્રોલ પોલીસ દ્વારા ઘટનાસ્થળે દોડી જઈને આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

જાણવા મળતી વિગતો મુજબ, બનાસકાંઠા જિલ્લાના થરાદ તાલુકાના વિજય બિઝનેસની સામે આશાપુરા વાસ ખાતે રહેતા અબ્બાસભાઈ ઉર્ફે હમીદભાઈ પીરમહંમદ ભાઈ શેખ ઉમર વર્ષ 27 એ પોતાની સ્વીફ્ટ ફોરવિલ ગાડી નંબર જીજે08બી એસ 5805 વાળી પૂરઝડપે અને ગફલત ભરી રીતે ફૂલ સ્પીડમાં ચલાવીને સ્ટેરીંગ પરનો કાબુ ગુમાવી દેતા રોડની સાઈડમાં આવેલા પુલ પર ગાડી અથડાઈ હતી.

અકસ્માતમાં ગાડીમાં બાજુની સીટમાં બેઠેલા ચમનભાઈ કાનજીભાઈ પરમાર ને શરીરે નાનીમોટી તથા માથાના ભાગે ગંભીર ઇજા થતા મોત નીપજયું હતું તથા પોતાના શરીર અને માથાના ભાગે ગંભીર ઇજા થતાં પોતાનું પણ મોત નીપજ્યું હતું.

દરમિયાનમાં પાલનપુરના કાણોદર ગામના દિનેશભાઈ કાનજીભાઈ પરમાર દ્વારા ધ્રોલ પોલીસ સ્ટેશનમાં ગાડી ચાલક અબ્બાસભાઈ શેખની સામે ફરિયાદ નોંધાવવામાં આવી હતી. આ ફરિયાદના આધારે પોલીસ દ્વારા આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. અકસ્માત બનાવની જાણ થતા પોલીસ ટુકડી ઘટનાસ્થળે દોડી ગઇ હતી.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS