સીદસર અને ધ્રોલમાં વાહન અકસ્માતમાં બે વ્યક્તિના મોત

  • March 09, 2021 10:36 AM 

ડમ્પરે ઠોકર મારતા વૃદ્ધે સારવારમાં દમ તોડયો: લતીપર રોડ પર અજ્ઞાત વાહનની અડફેટે યુવકનો ભોગ લેવાયો

જામજોધપુરના સીદસર અને ધ્રોલના લતીપુર રોડ પર જુદા જુદા વાહન અકસ્માતમાં એક વૃદ્ધ અને યુવાનના મૃત્યુ નિપજયા છે. બન્ને અકસ્માતના બનાવમાં અનુક્રમે ડમ્પર ચાલક અને અજ્ઞાત વાહનના ચાલક સામે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે તપાસ હાથ ધરી છે.

જામજોધપુરના સીદસર ગામમાં રહેતા જયંતીભાઈ ભગવાનજીભાઈ માણાવદરીયા નામના વૃદ્ધે તારીખ 6 ના સીદસર રોડ સાઈડમાં ઊભા હતા ત્યારે પૂરપાટ ઝડપે દોડી આવેલા ડમ્પરે ઠોકર મારતાં સર્જાયેલા અકસ્માતમાં વૃદ્ધને ઇજા થતાં સારવારમાં મૃત્યુ નિપજ્યાનું દ્વારા જાહેર કરાયું છે અને આ અંગે સીદસરમાં રહેતા નિલેશભાઇ માણાવદરીયા દ્વારા જામજોધપુર પોલીસમાં ડમ્પર નંબર જી.જે.19.યુ.401પ ના ચાલક વિઘ્ધ ફરિયાદ નોંધાવવામાં આવી છે.

બીજા બનાવમાં ધ્રોલ તાલુકાના ગોકુલ પરથી લતીપર જતા રોડ પર જીતેશભાઈ મગનભાઈ પટેલ ઉંમર વર્ષ 35 નામનો યુવાન બાઇક નં.જી.જે.3.સીડી.6591 લઇને પસાર થઇ રહ્યો હતો ત્યારે અજાણ્યા વાહનના ચાલકે બેદરકારીથી ચલાવીને બાઈકને અડફેટે લેતા જીતેશભાઈ નીચે પટકાતા ઇજા સબબ મૃત્યુ નીપજયું હતું.

આ બનાવ અંગે હાલ મોરબી રોડ ખોડિયાર પાર્ક ખાતે રહેતા અને મુળ લતીપર ગામના ભાવેશ મગનભાઇ રામાણી એ ધ્રોલ પોલીસમાં અજાણ્યા વાહનના ચાલક વિઘ્ધ ફરિયાદ નોંધાવી છે, યુવાનના મૃત્યુથી પરિવારજનોમાં શોકની લાગણી પ્રસરી જવા પામી છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS