ફલ્લા પાસે ફોરવીલ ગાડીએ બાઇકને ઠોકર મારતા બે વ્યક્તિ ઘાયલ

  • May 12, 2021 11:38 AM 

જામનગર નજીક ફલ્લાના પેટ્રોલ પંપ અને કંકાવટી કેનાલ વચ્ચેના રોડ પર બાઈકને ટક્કર મારતાં બે વ્યક્તિને ઈજા પહોંચી હતી.

જામનગર નજીક ફલા પાસે આવેલ પેટ્રોલ પંપ અને કંકાવટી કેનાલ કેનાલ રોડ પર તારીખ 10 ના રોજ ફલ્લા ગામમાં રહેતા અમૃતલાલ ઓધવજીભાઈ આદ્રોજા ઉં.વ. 58 તથા તેમના અદાના દિકરા છગનભાઈ બંને મોટરસાયકલ પર જતા હતા ત્યારે સફેદ કલરની હોન્ડા કંપનીની ફોરવિલ ગાડી ના ચાલકે પુરઝડપે અને ગફલતભરી ચલાવીને બાઇકને પાછળથી ઠોકર મારી ગંભીર ઈજાઓ પહોંચાડી નાસી છૂટયો હતો.

આ અંગે અમૃતભાઈ દ્વારા ફોરવીલ ગાડી નંબર જી જે 03 ઈ આર 8441 ના ચાલક સામે પંચકોશી એમાં ફરિયાદ નોંધાવી હતી. જેના આધારે પોલીસે તપાસ હાથ ધરી છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS