દડિયા ગામમાં ચોરી કરેલા બે બાઈક સાથે બે શખસ ઝડપાયા

  • July 07, 2021 10:23 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

સિક્કા પોલીસે બાતમીના આધારે ખાવડી રોડ પરથી દબોચી લીધાં

જામનગરના દડિયા ગામમાંથી ચોરી કરેલી બે મોટર સાયકલ સાથે બે શખસને સિક્કા પોલીસે પકડી પાડી વાહન ચોરીનો ભેદ ઉકેલ્યો છે.

જીલ્લા પોલીસ અધિક્ષક દીપન ભદ્રન અને નાયબ પોલીસ અધિક્ષક કુણાલ દેસાઇ દ્રારા જીલ્લામા બનેલ વણશોધાયેલ મીલ્કત સંબધી ગુન્હાઓ શોધવા માટે આપવામા આવેલ સુચના અનુસંધાને સિકકા પોલીસ સ્ટેશન ના પો.સ.ઇ જે.ડી.પરમાર તથા સવેલન્સ સ્ટાફના સિકકા પો.સ્ટે. વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન પો.કોન્સ હરદેવસિંહ ઉમેદસિંહ જાડેજા તથા જયદેવસિંહ ભરતસિંહ જાડેજા ને ખાનગી રાહે હકીકત મળેલ કે જીતેશગર ગુલાબગર ગોસાઇ રહે-ગોકુલનગર પાણખાણ શેરી નંબર-6 જામનગર તથા રામાભાઇ ઉફે રામલો શીવાભાઇ પાટડીયા રહે-દળીયા ગામ કુંભાર વાળી ગલીમાં તા.જી-જામનગર વાળો એક નંબર વગર ની સીડી ડીલકસ મો.સા લઇ ને જામનગર થી સિકકા તરફ આવતો હોય અને જે મો.સા. ચોરી ની હોય જે બાતમી આધારે નાની ખાવડી ગામ પાસે રોડ ઉપર વોચ મા રહેતા બંન્ને ઇસમો મો.સા. લઇને નિકળતા તેને રોકી પુછપરછ કરી હતી.

ઉપરોકત ઇસમો પાસેથી જામનગર તાલુકાના દડીયા ગામ (પંચકોષી-બી ડીવીઝન પોલીસ સ્ટેશન વિસ્તાર) માથી જુદા જુદા સમયે ચોરી કરેલ બે મોટર સાયકલ જેની કુલ કી.રૂપીયા-40.000 ના કબ્જે કરી આગળની તપાસ હાથ ધરેલ છે. * એક કાળા કલરની સીડી ડીલકસ મો.સા ચેસીસ નંબર 9/8114611::89025433 છે. તથા એન્જીન નંબર પ્ર11એ/089045187 * એક કાળા કલરની હોન્ડા ડ્રીમ યુગા મો.સા નંબર-6-10-855-2466 છે.આ કામગીરી પો.સ.ઇ જે.ડી.પરમાર તથા સવેલન્સ સ્ટાફના યુવરાજસિંહ પ્રતાપસિંહ ગોહીલ તથા હરદેવસિંહ ઉમેદસિંહ જાડેજા તથા જયદેવસિંહ ભરતસિંહ જાડેજા એ રીતેના સિકકા પોલીસ સ્ટાફના દ્રારા કરવામા આવેલ છે.ફ


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS