જામનગર અને ખાવડીમાં દારૂની બોટલો સાથે બે શખ્સ ઝડપાયા

  • April 15, 2021 08:54 PM 

જામનગરના વિશ્રામ વાડી વિસ્તારમાંથી એક શખ્સને દારૂની બોટલ સાથે પકડી લીધો હતો જેમાં એકનું નામ ખૂલ્યું હતું જ્યારે મોટી ખાવડી ફાટક પાસે જામનગરનો શખ્સ દારૂની બોટલ સાથે પોલીસની પકડમાં આવ્યો હતો.

જામનગરના ખોજા નાકા પાછળ, સિલ્વર સોસાયટી ઈટોના ભઠ્ઠા પાસે રહેતો મહેશ વિનોદ કણજારીયા ઉમર વર્ષ પચ્ચીસ નામના શખ્સે ઈંગ્લીશ દારૂની બોટલ લઈને નીકળતા વિશ્રામ વાડી પાસેથી પોલીસે પકડી લીધો હતો. આ દારૂની બોટલ દિગ્વિજય પ્લોટ 32, શિવમ રેસીડેન્સીની સામે રહેતા ગોપાલ પ્રવીણ કનખરા નામના શખ્સે પૂરી પાડી હોવાનું બહાર આવ્યું હતું.

જ્યારે મુળ માણાવદર તાલુકાના કોઈલાણા ગામના વતની અને હાલ જામનગરના રામેશ્વર નગર માટેલ ચોકમાં રહેતા ખાનગી કંપનીમાં નોકરી કરતા હિતેન્દ્રસિંહ દિલુભા ચાવડા ઉંમર 28 નામનો શખ્સને વિસ્કી દારૂની એક બોટલ સાથે મોટી ખાવડી રેલવે ફાટક નજીકથી પડાણા પોલીસે પકડી લીધો હતો.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS