વીજરખી ડેમ પાસેથી ગાંજાના જથ્થા સાથે બે શખસ ઝડપાયા

  • June 09, 2021 11:32 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

1.530 કિલોગ્રામ કેફી પદાર્થ અને બાઈક કબજે લેતી એસઓજી

જામનગરની ભાગોળે આવેલા વિજરખી ડેમ પાસે એક બાતમીના આધારે એસઓજીની ટૂકડીએ બાઈકમાં નીકળેલા બે શખસને 1.પ30 કિલોગ્રામ ગાંજાના જથ્થા સાથે દબોચી લીધાં હતાં અને કૈફી પદાર્થ ક્યાંથી લાવી? કોને દેવાનો હતો? એ દિશામાં ચક્રો ગતિમાન કયર્િ છે.

ગુજરાત રાજ્યમાં નશાના વેપાર ઉપર રોક લગાવવા અને નશાખોરી રોકવા માટે અને તે દિશામાં પરીણામલક્ષી કામગીરી કરવા મ્હે. પોલીસ મહાનિર્દેશક ગુજરાત રાજ્યનાઓ દ્વારા ખાસ ડ્રાઈવનું આયોજન કરેલ હોય જે અનુસંધાને પોલીસ અધિક્ષક દીપન ભદ્રન  દ્વારા જામનગર જીલ્લામાં આ બાબતે કડક કાર્યવાહી કરવા સુચના કરેલ.

દરમિયાન એસ.ઓ.જી.ના પોલીસ ઈન્સપેકટર એસ.એસ.નિનામા તથા પો.સ.ઈ. આર.વી.વીંછી તથા વી.કે.ગઢવી નાઓના નેતૃત્વ વાળી ટીમના રવિભાઈ બુજડ તથા હીતેશભાઈ ચાવડા ને મળેલ ખાનગી બાતમી આધારે કાલાવડ જામનગર રોડ વીજરખી ડેમ પાસેથી બે ઈસમ હીરો હોન્ડા મો.સા. રજી નં. જીજે-10-ડીએફ-4716 ઉપર એક પ્લાસ્ટીકની થેલી લઈને આવતા હોય જેને રોકી ચેક કરતા તેમાંથી ગેર કાયદેસર કેફી પદાર્થ ગાંજો 1 કીલો 530 ગ્રામ કી.ા. 15300  સાથે કાલાવડના કાશ્મીરપરા વિસ્તારમાં રહેતાં અબ્દુલ લતીફ ઓસમાણ સમા, અખ્તર યુસુફભાઈ સુમરા (રે. કાલાવડ-પંજેતર નગર)ને પકડી કુલ મુદામાલ રૂ.35,300/- સાથે મળી આવતા તેના વિરૂધ્ધ પંચકોષી એ ડીવી પો.સ્ટે.માં પો.સ.ઈ. આર.વી.વીંછી નાઓએ એન.ડી.પી.એસ. એકટ મુજબ ગુન્હો રજીસ્ટર કરાવેલ છે.

શહેરમાં અગાઉ ગાંજો અને માદક પદાર્થનો જથ્થો મળી આવ્યો હતો, ચોક્કસ વિસ્તારોમાં કૈફી પદાર્થોનું વેંચાણ થતું હોવાની ગત વર્ષમાં વ્યાપક ફરિયાદ ઉઠતાં પોલીસે દરોડા પાડ્યાં હતાં. અગાઉ પગેં સુરત તરફ નીકળ્યું હતું. દરમિયાનમાં આજે કૈફી પદાર્થ સાથે બે શખસ ઝપટમાં આવતાં વધુ પૂછપરછ ચલાવવામાં આવી રહી છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS