જોડિયાના ખીરી પાસે બાયોડીઝલના જંગી જથ્થા સાથે બે શખ્સ પકડાયા

  • April 16, 2021 08:58 PM 

બાતમીના આધારે એસઓજીનો દરોડો: એક લાખનો મુદ્દામાલ કબ્જે કરાયો

જામનગર એસઓજીની ટુકડી જોડિયાના ખીરી વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતી ત્યારે બાતમીના આધારે પોલીસે દરોડો પાડીને ધ્રોલના બે શખ્સોને બાયો ડીઝલના એક લાખના જથ્થા સાથે અટકાયત કરી પૂછપરછ હાથ ધરી હતી. આ અંગેની વિગતો સામે આવતા ચકચાર ફેલાઇ હતી, અત્રે ઉલ્લેખનીય છે કે અગાઉ પણ બાયો ડીઝલ અંગે પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી હતી. દરમ્‌યાનમાં ફરી એકવાર બાયો ડીઝલ ઝડપાતા આવા તત્વોમાં ફફડાટ ફેલાયો છે.

જામનગર જીલ્લાના પોલીસ અધિક્ષક દિપન ભદ્રન નાઓની સુચનાથી એસ.ઓ.જી.ના સ્ટાફના માણસો જોડીયા પોલીસ સ્ટેશન વિસ્તારમા પેટ્રોલીંગમાં હતા, દરમ્યાન એસ.ઓ.જી. સ્ટાફના અરજણભાઇ કોડીયાતર તથા ઘનશ્યામભાઇ ડેરવાળીયા નાઓને ખાનગી રાહે હકિકત મળલ કે, ખીરી ગામ પાસે આવેલ મારૂતિ ઈન્ડસ્ટ્રીઝના વંડામાં જયેશગીરી દીલીપગીરી ગોસ્વામી રહે ધ્રોલ તથા ઈકબાલ મામદભાઇ સમેજા રહે ધ્રોલ જી.જામનગર વાળાઓ તેમના આ મારૂતિ ઇન્ડસ્ટ્રીઝના વંડામા ગેરકાયદેસર બાયો ડીઝલ/એલ.ડી.ઓ સંગ્રહ કરી વેચાણ કરે છે તેવી હક્કિત આધારે જોડીયા એક્ઝીક્યુટીવ મેજીસ્ટ્રેટને સાથે રાખી રેઇડ કરી મજકુર ઇસમના કબ્જામાંથી બાયો ડીઝલ/ એલ.ડી.ઓ લી-1,753 જની કી.ા. 1,05,180 ના મુદામાલ સાથે મળી આવતા તેમના વિરુધ્ધ જોડીયા એક્ઝીક્યુટીવ મેજીસ્ટ્રેટ એ કાયદેસર કાર્યવાહી કરેલ છે.

આ કાર્યવાહી પો.ઇન્સ. એસ.એસ.નીનામાની સુચના મુજબ પો.સ.ઇ.આર.વી.વીંછી તથા વી.કે.ગઢવી તથા એસ.ઓ.જી. સ્ટાફના માણસો દ્રારા કરવામાં આવેલ છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS