ખંભાળિયામાં વરલીનો જુગાર રમતા બે શખ્સો ઝડપાયા

  • May 03, 2021 08:04 PM 

કેફી પીણું પીધેલો બાઈક ચાલક ઝડપાયો

ખંભાળિયાના મિલન ચાર રસ્તા પાસેથી સ્થાનિક પોલીસે જાહેરમાં વરલી-મટકાના આંકડા વડે જુગાર રમી રહેલા વાલા ગજુ ધારાણી અને હરીશ પ્રતાપભાઈ કુવા નામબે શખ્સોને ઝડપી લઈ, 3 મોબાઈલ ફોન સહિત કુલ રૂપિયા 5,060/- નો મુદ્દામાલ કબજે કરી જુગારધારાની કલમ મુજબ જરૂરી કાર્યવાહી કરી હતી.

કલ્યાણપુર તાલુકાના પટેલકા ગામે રહેતા વિજય ઉર્ફે વીજો હરદાસભાઈ ચાવડા નામના 21 વર્ષના યુવાનને સ્થાનિક પોલીસે હર્ષદ બંદર ખાતેથી કેફી પીણું પીધેલી હાલતમાં લાઇસન્સ વગર જી.જે. 37 એ. 3018 નંબરના મોટરસાયકલ પર નીકળતા ઝડપી લઇ જુદી જુદી કલમ હેઠળ ગુનો નોંધ્યો હતો.

 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS