હવાઈચોકમાં ક્રિકેટનો સટ્ટો રમતા બે શખસ ઝડપાયા

  • April 05, 2021 08:19 PM 

જામનગરના હવાઈ ચોકમાં જાહેરમાં ક્રિકેટનો સટ્ટો રમતા બે શખ્સોને પોલીસે રોકડ સાથે દબોચી લીધા હતા.

જામનગરના રણજીતસાગર રોડ પર નંદનવન પાર્ક શેરી નંબર 2 માં રહેતો હિતેશ ઠાકરદાસ કેવલાણી ઉંમર વર્ષ 32 અને રણજીતસાગર રોડ પર જડેશ્વર પાર્ક રેસીડેન્સી 102 ખાતે રહેતો મનીષ મોતીલાલ કેશવાણી ઉમર વર્ષ 28 આ બંને સખ્શો ગઈકાલે હવાઈ ચોકમાં દુકાન પાસે ટીવીમાં ચાલતી વનડે મેચ નું લાઇવ પ્રસારણ નિહાળી સોદા પાડીને સટ્ટો રમતા હોય તે બાતમીના આધારે સીટી એ ડીવીઝન પોલીસે બંનેને રોકડ રૂપિયા ૯૦૦ સાથે પકડી પાડી જુગારધારા મુજબ કાર્યવાહી કરી હતી.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS