લાલપુર ચોકડી નજીક બે અકસ્માતમાં બે વ્યકિતના મોત

  • July 07, 2023 12:11 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

કર્મચારીનગર રોડ પર  ટેન્કરે રોડ ક્રોસ કરતા યુવકને હડફેટે લીધો : મોરકંડા પાટીયે ડમ્પરે બાઇકને ઠોકર મારી

જામનગર-લાલપુર ચોકડી કર્મચારીનગર રોડ પર ગઇકાલે ટેન્કરચાલકે બેદરકારીથી ચલાવીને રોડ ક્રોસ કરતા યુવાનને હડફેટે લઇ મોત નિપજાવી નાશી છુટયો હતો, જયારે આ રોડ પર બીજો બનાવ મોરકંડા પાટીયા પાસે થયો હતો, જેમાં ડમ્પરચાલકે બાઇકને ઠોકર મારતા આઘેડનું મોત થયુ હતું.
લાલપુરના ખડખંભાળીયા ગામના પંકજ ગીરધરભાઇ વાડોદરીયા (ઉ.વ.૩૯) નામના વેપારીએ ગઇકાલે પંચ-બીમાં ટેન્કર નં. જીજે૩એડબલ્યુ-૨૦૯૪ના ચાલક સામે એવી ફરીયાદ કરી હતી કે, ગઇકાલે બાયપાસ ચોકડીથી આગળ કર્મચારીનગર રોડ પર ઉપરોકત નંબરના ટેન્કરચાલકે પુરઝડપે અને બેફીકરાઇથી ચલાવી હેમલભાઇ રોડ ક્રોસ કરતા હોય તેઓને હડફેટે લઇ ગંભીર ઇજાઓ કરી મોત નિપજાવી ચાલક નાશી છુટયો હતો, બનાવની જાણ થતા પોલીસ ટુકડી સ્થળ પર દોડી જઇ અને આગળની કાર્યવાહી કરી હતી.
બીજો બનાવ લાલપુર ચોકડીથી આગળ બન્યો હતો, જેમાં મોરકંડા પાટીયા પાસે ડમ્પર નં. જીજે૧૩ડબલ્યુ-૨૧૧૧ના ચાલકે મોટરસાયકલ નં. જીજે૧૦એઆર-૪૩૩૯ને બેદરકારીથી ચલાવીને હડફેટે લીધુ હતું, આ અકસ્માતમાં હેમતભાઇને માથાના ભાગે ગંભીર ઇજાઓ થતા મૃત્યુ નિપજયુ હતું. બનાવ અંગે જામનગરના મોડપર ગામમાં રહેતા વિનોદ ધનજીભાઇ પાંભર દ્વારા પંચ-બીમાં ડમ્પરચાલક સામે ફરીયાદ નોંધાવી હતી. બનાવણી જાણ થતા પોલીસ ટુકડી સ્થળ પર દોડી ગઇ હતી બંને ફરીયાદના આધારે ચાલકોની શોધખોળ આદરવામાં આવી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application