કલ્યાણપુર નજીક બાવળની ઝાડીમાં જુગારની મોજ માણી રહેલા બે શખ્સો ઝડપાયા: બે ફરાર

  • March 12, 2021 10:28 AM 

કલ્યાણપુરથી આશરે સતર કિલોમીટર દૂર રાવલ ગામ નજીક સતી તળાવના કાંઠે જાહેરમાં બાવળની ઝાડીમાં ગંજીપત્તા વડે તીનપતી નામનો જુગાર રમી રહેલા સુલતાન આમદ મોરિયા અને જગદીશ પરસોતમ દુધરેજીયા નામના બે શખ્સોને પોલીસે ઝડપી લઈ, રૂપિયા 1,870 નો મુદ્દામાલ કબજે કર્યો છે. આ દરોડા દરમિયાન પ્રવીણ પુંજાભાઈ સિંગરખીયા અને મિલન મેપાભાઇ સિંગરખીયા નામના બે શખ્સો નાસી છૂટવામાં સફળ થયા હતા. કલ્યાણપુર પોલીસે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS