જામનગરના રીક્ષા ડ્રાઈવર પર બે શખ્સોનો હુમલો

  • March 02, 2021 09:54 AM 

જામનગરના રામનગરમાં રહેતા એક રીક્ષા ડ્રાઈવરને ફળાકા જીકી તેમજ પાઇપ વડે હુમલો કરીને ઇજા પહોંચાડયાની ધરાનગરમાં રહેતા બે શખ્સો સામે ફરિયાદ કરવામાં આવી છે.

જામનગરના ખોળ મીલના ઢાળીયા પાસે રામનગરમાં રહેતા અને રીક્ષા ડ્રાઈવિંગ નું કામ કરતાં હાજી જુસબભાઈ ગંઢાર ઉંમર વર્ષ 50 નામના વૃદ્ધે સીટી બી ડિવિઝન માં ગઈકાલે ધરાનગર માં રહેતા આબિદ ઉર્ફે આબલો ચોર રસીદ ચગડા અને અબ્દુલ ઉર્ફે અબુડો ચોર કાસમ જોખીયા નામના બે શખ્સો વિરુદ્ધ જુદી-જુદી કલમ મુજબ ફરિયાદ નોંધાવી હતી.

તેમાં જણાવ્યા મુજબ ગઇકાલે સાંજના સુમારે, ફરિયાદી હાજી ભાઈને આરોપી આબિદએ 3 ઝાપટ મારી હતી, જ્યારે આરોપી અબ્દુલ એ પકડી રાખ્યો હતો,

દરમિયાનમાં આરોપીઓએ ફરિયાદીને માથા ભાગે લોખંડનો પાઈપનો ઘા ઝીંકી દઇને ઇજા પહોંચાડી એકબીજાને મદદગારી કરી હતી. આ ફરિયાદ આધારે પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS