કલ્યાણપુરમાં વિદેશી દારૂ સાથે બે શખ્સો ઝડપાયા

  • December 28, 2023 10:53 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

કલ્યાણપુર તાલુકાના ભોપલકા ગામે રહેતા દિગ્વિજયસિંહ ઉર્ફે લાલો હાલુભા જાડેજા નામના ૩૧ વર્ષના પોલીસે રૂપિયા ૨,૪૦૦ ની કિંમતના જુદા જુદા બ્રાન્ડના ૨૪ ચપલા સાથે ઝડપી લીધો હતો. આ પ્રકરણમાં સપ્લાયર તરીકે રાણપરના સાગર બાવાજીનું નામ ખુલવા પામ્યું છે.
અન્ય એક કાર્યવાહીમાં કલ્યાણપુર તાલુકાના પટેલકા ગામે રહેતા રાહુલ વેજાણંદભાઈ ભોચીયા નામના ૨૫ વર્ષના શખ્સના રહેણાંક મકાનમાંથી પોલીસે રૂપિયા ૧,૨૦૦ ની કિંમતની વિદેશી દારૂની ત્રણ બોટલ કબજે લીધી હતી. આ પ્રકરણમાં ભોપલકાના દિગ્વિજયસિંહ ઉર્ફે લાલો જાડેજાને ફરારી જાહેર કરવામાં આવ્યો છે.
***
બરડા ડુંગર વિસ્તારમાંથી વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો: બુટલેગર ફરાર

દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડ વિસ્તારમાં આવેલા બરડા ડુંગરમાં સ્થિત ધામણીનેસ ખાતે રહેતા પરબત જીવણ રબારી નામના શખ્સ દ્વારા પોતાના રહેણાંક મકાનમાં છુપાવીને રાખેલો રૂપિયા ૩૩,૬૦૦ ની કિંમતનો ૮૪ બોટલ વિદેશી દારૂનો જથ્થો એલસીબી પોલીસે પકડી પાડ્યો હતો. જો કે આ દરોડા દરમિયાન આરોપી પરબત રબારી પોલીસને હાથ લાગ્યો ન હતો. જે અંગે સ્થાનિક પોલીસે ગુનો નોંધ્યો છે.
આ કાર્યવાહી એલ.સી.બી. પી.આઈ. કે.કે. ગોહિલની સૂચના મુજબ એ.એસ.આઈ. અરજણભાઈ ચંદ્રવાડીયા તથા કોન્સ્ટેબલ જેસલસિંહ જાડેજાની બાતમીના આધારે કરવામાં આવી હતી.
***
શહેરના બાવરીવાસ વિસ્તારમાં દેશી દારુ અંગે દરોડા: ર૭ લિટર દારુ, ૧પ૦ લિટર આથો અને ભઠ્ઠીના સાધનો કબજે

જામનગરના બાવરીવાસ વિસ્તારમાં દેશી દારુ અંગેના દરોડા યથાવત્ રહ્યાં છે, ગઈકાલે વધુ બે ઝૂંપડામાં પોલીસે દરોડા પાડી દારુ-આથો કબજે કર્યો હતો.
જામનગરના ગણપતનગર, બાવરીવાસમાં રહેતી મંજુબેન રામપ્રસાદ સોલંકીના રહેણાંક ઝૂંપડામાં સિટી ‘સી’ પોલીસે દરોડો પાડીને દેશી દારુ લિટર ૧ર અને ૮૦ લિટર આથો તથા ચાલુ ભઠ્ઠીના સાધનો સહિતનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો.
ખૂલ્લી ફાટક પાસે બાવરી વાસમાં રહેતી ગંગાબેન લક્ષ્મણ પરમારને ત્યાં દરોડો પાડીને ૧પ લિટર દેશી દારુ, ૭૦ લિટર આથો અને દારુ બનાવવાની ભઠ્ઠીના સાધનો કબજે લીધાં હતાં. દરોડા વખતે ઉકત બન્ને મહિલાઓ હાજર મળી આવી નહોતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application