જામનગર નજીક જાંબુડા પાટીયા પાસેથી ચોરાઉ ડીઝલના જથ્થા સાથે નીકળેલા બે શખ્સો પકડાયા

  • June 21, 2021 10:32 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

એલસીબીની ટીમ ધ્વારા દરોડો પાડી રૂપિયા ૪.૩૧ લાખની માલમતા કબજે કરી લઈ તપાસ શરૂ કરાઇ

 જામનગર તા ૨૧ જામનગર-રાજકોટ ધોરીમાર્ગ પર જાંબુડા ગામના પાટિયા પાસેથી એક બોલેરો પીકપ વેન માં ચોરાઉ મનાતો ડીઝલનો જથ્થો હેરાફેરી કરાઈ રહ્યો હોવાની બાતમીના આધારે એલસીબીની ટીમે દરોડો પાડી બે શખ્સોને અટકાયતમાં લઇ લીધા છે, અને તેઓ પાસેથી ૨,૪૦૦ લીટર ડીઝલનો જથ્થો અને વાહન સહિત રૂપિયા ૪.૩૧ લાખની માલમતા કબજે કરી છે.

 આ દરોડાની વિગત એવી છે કે જામનગર-રાજકોટ ધોરીમાર્ગ પર જાંબુડા પાટીયા પાસેથી એક વાહન માં ચોરાઉ મનાતા ડીઝલના જથ્થાની હેરાફેરી કરવામાં આવી રહી છે. તેવી ચોક્કસ બાતમી જામનગરની લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમને મળતા આજે વહેલી સવારે એલસીબીની ટીમે વોચ ગોઠવી હતી.

 જે વોચ દરમિયાન જી.જે.-૧૩ એ.ટી. ૯૨૯૮ નંબર નું વાહન શંકાસ્પદ હાલતમાં પસાર થતા તેમાંથી ૨૪૫૦ જેટલા બીલ- આધાર વગરના ડીઝલના ચોરાઉ મનાતા બેરલો ભરેલી અવસ્થામાં મળી આવ્યા હતા.

 પોલીસની પ્રાથમિક પૂછપરછમાં દરમિયાન ઉપરોક્ત ડીઝલનો જથ્થો બિલ અને આધાર વગરનો અને ચોરાઉ હોવાનું જાણવા મળતાં એલસીબીની ટીમે ૨,૪૫૦ લિટર ડિઝલનો જથ્થો અને વાહન તથા મોબાઈલ ફોન સહિત રૂપિયા ૪,૩૧.૦૦૦ નું માલમતા કબજે કરી લીધી છે. જ્યારે ચોરાઉ જથ્થાની હેરાફેરી કરી રહેલા પડધરીના કારાભાઈ મેઘાભાઇ ભૂંડીયા અને જામનગરના ગુલાબ નગર વિસ્તાર ના મયુરભાઈ મનુભાઈ જેઠા ની અટકાયત કરી લઈ તેની વધુ પુછપરછ હાથ ધરી છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS